Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

રેલનગર ફાયર સ્ટેશન લીલુછમ બનશેઃ ૪પ રોપાનું વાવેતર

રાજકોટ : મહાનગરપાલિકાના શિશુ કલ્યાણ અને ફાયર બ્રિગેડ શાખાના ચેરમેન રૂપાબેન શીલુ દ્વારા ૮ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી. ફાયર સ્ટેશનના નાના-મોટા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જે અન્વયે રેલનગર ફાયર સ્ટેશન ખાતે ગ્રીન ભારત ગ્રીન રાજકોટ બનાવવાના હેતુથી વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. જેમાં આંબો, ચીકુ, લીંબુ, સરગવો, મીઠો લીમડો, જામફળ વિગેરે જેવા અને રોજીંદા જીવનમાં ઉપયોગી ૪પ જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ હતું. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ફાયર બ્રિગેડના ચેરમેન રૂપાબેન શીલુ, ચીફ ફાયર ઓફીસર બી.જે. ઠેબા, સ્ટેશન ઓફીસર એ.કે. દવે, એસ.આર. નડીયાપરા, ડી.જે. જાડેજા, જમાદાર રાહુલ જોષી, અશોકસિંહ ઝાલા તેમજ ફાયરના તમામ સ્ટાફ હાજર રહી વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી રહ્યા હતાં.

(4:48 pm IST)