Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

પૂ.ઇન્દુબાઇ મ.સ.તીર્થધામમાં ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણીઃ જાપ-ગુરૂપુજન-મહામાંગલીક

સૌરાષ્ટ્રના સિંહણ તીર્થસ્વરૂપા વચનસિધ્ધી કા

રાજકોટ, તા., ૨૭: ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે ૬ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી દર્શન તેમજ જાપ માટે તથા ગુરૂપુજન કરવા હજારો માણસોએ કતાર લગાવી હતી. સવારે ૭.૩૦ વાગ્યે દરેક સાધકોને ગરમાગરમ ચા સાથે નવકારશીનું આયોજન ત્યાર બાદ ૮.૩૦ થી ૯.૩૦ સમુહ ભકતામર બધા સ્તોત્રના જાપ યોજાયેલ.

પૂ. સોનલભાઇ મહાસતીજીએ જણાવ્યું હતું કે ગુરૂના ત્રણ પ્રકાર છે. પ્રથમ ગુરૂ જનક અને જનની બીજા જગત પિતા અને ત્રીજા સદગુરૂ આત્મકલ્યાણના માર્ગે જવા માટે સદગુરૂનું શરણ જ શ્રેષ્ઠ છે. ગુરૂ કોને કહેવાય? ગુરૂ કેવા હોવા જોઇએ? એ ઉપર ઉપદેશ અને સંદેશ આપ્યો હતો કે પથ્થર જેવા, પાંદડા જેવા અને લાકડા જેવા એમ ત્રણ પ્રકારના ગુરૂ હોય તેમાં સર્વથી શ્રેષ્ઠ ગુરૂ લાકડા જેવા હોય છે. જે પોતે તરે અને બીજાને તારે. બધાએ ગુરૂ નહિ પણ સદગુરૂ શોધવા જોઇએ. પૂ. ભગવાનતુલ્ય ઇન્દુબાઇ મહાસતીજીને ગુરૂ માનનારા તથા તેમને પુજનારા હજારો માણસો રહેલા છે. કારણ કે પૂ. મહાસતીજી એકવચની હતા. જેમનું જીવન સદા જાપમય, મન માળામય, શ્વાસ સ્વાધ્યાયમય, અંતર આગમમય હતું.

સાધના કુટીરમાં ગુરૂભકતોએ આજે ઉભા ઉભા ગુરૂણીદેવની ભકિત તેમજ જાપ કરી અને ગુરૂણીદેવનો જયનાદ ગુંજાવ્યો હતો. આ સમયે જૈન સમાજના આગેવાનો તથા શ્રેષ્ઠીવર્યોએ ગુરૂવંદના સાથે ગુરૂની ભાવપુજા કરી હતી. પૂ. મહાસતીજીની આધ્યાત્મીક ઉપાસનાનો ઉલ્લેખ કર્યો હતો. નાલંદા તીર્થધામમાં ઇન્દુબાઇ સ્વામી એક નામ હૈ નાલંદા તીર્થધામ હૈ ગુરૂપુર્ણિમાની ઉજવણીનો સમારોહ ભવ્ય રીતે સંપન્ન જાપ કરનાર તથા ગુરૂપુજનમાં આવનાર દરેકને બહુમાન અર્થે રૂ. પ૦ લાડુ-સાટા વગેરે આપેલ હતું.

જાપ સાધક બધાને નૌકારશી તેમજ બહુમાન અપાયેલું હતું. ગુરૂપુજનનો ભવ્યાતિભવ્ય રીતે કાર્યક્રમ યોજાયો. દાનરત્ના શારદાબેન મોદી તરફથી નૌકારશી હતી. રૂ. પ૦ની પ્રભાવના અશોકભાઇ દોશી તરફથી લાડુ રાજુભાઇ, લલીતભાઇ તરફથી ગયડા સાટાની પ્રભાવના નીતીનભાઇ તુરખીયા તરફથી અપાયેલ. આજે પાંજરાપોળમાં ૩૦ જીવ છોડાવવામાં આવેલ.

(4:45 pm IST)