Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

સિવિલમાં કુમારભાઇ ઠાકરેના ખબર પુછતાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીઃ મેડિકલ કોલેજની પણ મુલાકાત

ઉદ્દઘોષ સંસ્થાના સ્થાપક અને સંઘના એક સમયના પ્રચારકની અલાયદા રૃમમાં થઇ રહી છે સારવાર

રાજકોટઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે જીવન સમર્પિત કરનારા અને ત્યારપછી  ઉદ્દઘોષ ક્રાંતિવીર ર્સ્મતિ સંસ્થાની સ્થાપના કરી ક્રાંતિકારીઓના જીવન ચરિત્રને ઉજાગર કરનારા મુકસેવક શ્રી કુમારભાઇ ઠાકરે જીવન સંધ્યાના અંતિમ પડાવમાં સિવિલ હોસ્પિટલમાં દયનીય અવસ્થામાં સારવાર લઇ રહ્યાનો અહેવાલ 'અકિલા'માં પ્રસિધ્ધ થયા બાદ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ અંગત રસ લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલના તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ તાકીદે કુમારભાઇ ઠાકરે માટે ખાસ અલગ વોર્ડની વ્યવસ્થા ઉભી કરી છે અને તેમની સઘન સારવાર શરૂ કરાવી છે. વોર્ડ નં. ૭માં ડો. હર્ષિલભાઇ શાહ તેમની સ્વજનની જેમ સારવાર કરી રહ્યા છે. કુમારભાઇ ઠાકરેનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, સ્વ. ચીમનભાઇ શુકલથી માંડી સોૈ કોઇ સાથે કુમારભાઇ ધરોબો ધરાવે છે. આજે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઇ કાનાણી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં અને શ્રી કુમારભાઇ ઠાકરેને જ્યાં દાખલ રખાયા છે ત્યાં પહોંચી તેમના ખબર પુછ્યા હતાં. તેમજ બાદમાં વોર્ડ નં. ૭ અને ૧૦માં રાઉન્ડ લઇ દર્દીઓને કેવી સારવાર મળે છે તે અંગે પૃછા કરી હતી. એ પછી મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, ડીન યોગેશાનંદ ગોસ્વામી તેમજ અન્ય તબિબો જોડાયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(5:08 pm IST)