Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

અખિલ ભારતીય મોઢ વણિક મહામંડળ દ્વારા રવિવારે એડહોક કમીટી મેમ્બરની મીટીંગ

રાજકોટ,તા.૨૭: મોઢ મહોદય સંસ્થા- ભાવનગરમાં સમગ્ર ભારતભરમાં કમીટી મેમ્બરો તથા અખિલ ભારતીય મોઢ વણિક મહામંડળના કમિટી મેમ્બરો તથા અખિલ ભારતીય મોઢ વણિક મહિલા મંડળના એડહોક કમીટી મેમ્બરોની પ્રથમ મીટીંગ રાજકોટમાં તા.૨૯ના રવિવારે રાજકોટ ખાતે યોજાએલ છે.

ઉપરોકત મીટીંગમાં મોઢ વણિક જ્ઞાતિનું યુવા સંમેલન યોજવા, વસતી ગણતરીની નામાવલી તૈયાર કરવી, સર્વે જ્ઞાતિબંધુઓને રાહત ભાવે મેડીકલેઈમની કાર્યવાહીની ચર્ચા, મોઢ મહોદયના વિવિધ ફંડો વધારવાની ચર્ચા આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે.

આ મીટીંગમાં મોઢ મહોદયના પ્રમુખ હર્મદાભાઈ શાહ- અમદાવાદ, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ પારેખ- મુંબઈ, મંત્રી દિપકભાઈ ધોળકીયા- શિહોર, બાકી કારોબારી સભ્યોમાં અમદાવાદથી અતુલભાઈ મહેતા, તુષારભાઈ પરીખ, ભાવનગરથી સુનિલભાઈ પારેખ, મુંબઈથી સુરેશભાઈ મુછાળા, પુનાથી માધુરીબેન શાહ, રાજકોટ સ્થિત કેતનભાઈ મારવાડી, કિરીટભાઈ પટેલ, કિરેનભાઈ છાપીયા, અખિલ ભારતીય મોઢ વણિક મહામંડળના એડહોક કમીટી મેમ્બર મુકેશભાઈ દોશી, કેતનભાઈ મેસ્વાણી, સંજયભાઈ મણીયાર, અખિલ ભારતીય મોઢ વણિક મહિલા મહામંડળ એડહોકના રાજકોટ સ્થિત કમીટી મેમ્બર ગીતાબેન એ.પટેલ, પ્રતિમાબેન પારેખ ઉપસ્થિત રહેશે.

આ મીટીંગને સફળ બનાવવા કિરેનભાઈ છાપીયા, કિરીટભાઈ પટેલ, મુકેશભાઈ દોશી, કેતનભાઈ મેસ્વાણી, સંજયભાઈ મણીયાર, ગીતાબેન એ.પટેલ, પ્રતિમાબેન પારેખ જહેમત ઉઠાવી રહ્યાં છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:18 pm IST)