Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

એકટીવા ચોરીને દસ માસથી ફેરવતો રવિ સોલંકી પકડાયો

ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઉઠાવ્યુ'તું: આજીડેમ પોલીસે પકડ્યો

રાજકોટ તા. ૨૭: માંડા ડુંગર પાસે શિવમ્ પાર્કમાં રહેતાં રવિ ઉપેન્દ્રભાઇ સોલંકી (કોળી) (ઉ.૨૮)ને આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા અને કનકસિંહ સોલંકીની બાતમી પરથી ચોરાઉ એકટીવા સાથે પકડી લેવાયો છે. પી.આઇ. પી. એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ કે. જી. સિસોદીયા, હેડકોન્સ. મહિપાલસિંહ, કનકસિંહ, શૈલેષભાઇ, જયદિપસિંહ, પરેશભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ શખ્સ પકડાયો હતો. તેણે દસ મહિના પહેલા આ વાહન ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ચોરી કર્યુ હતું. નંબર પ્લેટ કાઢીને ફેરવતો હતો.

(4:16 pm IST)