Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

૧પ દિવસથી સતત ધાબડિયા વાતાવરણ વચ્ચે

રાજકોટમાં રોગચાળો બેકાબુઃ તાવ-ઝાડા-ઉલ્ટીના હજારો દર્દીઓ

મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓ- પદાધિકારીઓ ઉત્સવોમાં વ્યસ્તઃ પ્રજા રામભરોસેઃ રોગચાળા અટકાયતિ પગલા લેવામાં તંત્ર નિષ્ફળઃ માખી-મચ્છરનો ઉપદ્રવ દુર કરવા ઉગ્ર લોક માંગ

રાજકોટ તા. ર૭ : શહેરમાં સતત વરસાદી વાતાવરણ અને વાદળાઓ ત્થા ભેજવાળુ ધાબડિયુ વાતાવરણ છેલ્લા ૧પ દિવસથી હોઇ તાવ-રોગચાળો અને ઝાડા-ઉલ્ટીનો રોગચાળો બેકાબુ બન્યો છ.ે

આ અંગે સતાવાર પ્રાપ્ત માહીતી મુજબ શહેરમાંં સતત ભેજવાળુ અને ધાબડિયુ વાતાવરણ રહેતા પેટના રોગો, ઝાડા,ઉલ્ટી, શરદી-ઉધરસના હજારો દર્દીઓ નોંધાઇ રહ્યા છ.ે

સીવીલ હોસ્પિટલમાં દર્દીઓને લોબીમાં સુવડાવવા પડે તેટલી હદે રોગચાળો બેકાબુ બન્યો છે.

મ્યુ. કોર્પોરશેનના આરોગ્ય કેન્દ્રો પણ તાવ-શરદી-ઉધરસ અને ઝાડા-ઉલટીના દર્દીઓથી ઉભરાઇ રહી છે.

આ ઉપરાંત ગંદકી અને કચરાને કારણે માખી-મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે.

પરિણામે ડેંન્યુ-મેલેરીયાનો રોગચાળો ફેલવાની ભીતી છે.

મ્યુ.કોર્પોરેટશનના ચોપડે ઝાડા-ઉલ્ટી, પેટના રોગો, તાવ, શરદી-ઉધરસ સહીતના કુલ ૩૦૦ થી વધુ દદીૃઓ છેલ્લા અઠવાડીયામાં નોંધાયા છ.ે

આમ શહેરમાં રોગચાળો બેકાબુ બન્યોછે. ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ ઉત્સવો ઉજવવામાં વ્યસ્ત છે. ત્યારે મચ્છરજન્ય અને પાણી જન્ય રોગચાળો બેકાબુ બને તે પહેલા મ્યુ.કોર્પોરેશનનુ આરોગ્ય તંત્ર રોગચાળા અટકાયતી પગલા લેવા નકકર અને ઝૂંબેશ કાર્યવાહી કરે તેવી ઉગ્ર લોક માંગ ઉઠવા પામી છ.ે

તંત્રનો દાવોઃ મચ્છરોનો નાશ કરવા માટે ૩૪૦૩ મકાનોમાં દવા છાંટી

રાજકોટ તા.ર૭ : શહેરમાં રોગચાળો અટકાવમાં લેવાયેલ પગલા અંગે આરોગ્ય વિભાગે એક યાદીમાં જણાવ્યું છે કે

. સર્વે કરેલ ઘરની સંખ્યા ૩ર૪૪ર . ફોગીંગ કરેલા ઘરોની સંખ્યા ૩૪૦૩ . આપેલ નોટીસ ૧૩૯. તપાસેલ પ્રીમાઇસીસ (શાળા, કોલેજ, હોટેલ, હોસ્પિટલ, બાંધકામ સાઇટ વગેરે) ર૯૭ . દવા છંટકાવ કામગીરી હેઠળ આવરી લીધેલ ખાડા/ખાબોચીયા સંખ્યા ૧૬ર . પોરાભક્ષક માછલી વિતરણ કરેલ ઘરોની સંખ્યા ૪૧પ . વપરાશ કરેલ એમએલઓ (મોસ્કયુટો લાર્વીસાઇડ ઓઇલ) / બી.ટી.આઇ.લીટર ૯ર . કોલ સેન્ટરમાં આવેલ ફરીયાદ નીકાલની કામગીરી ૮

રોગચાળો અટકાવવા દવા છંટકાવ કરવા સ્ટે.ચેરમેન. કાનગડની તાકિદ

રાજકોટ તા.૨૭: ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગો મચ્છર કરડવાથી ફેલાઇ છે. ચોમાસાની ઋતુમાં ઠેરઠેર વરસાદી પાણીના ભરાવાથી મચ્છરનો ઉપદ્રવ વધુ રહે છે અને ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગ પ્રભાવી બને છે. આથી સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેનશ્રી ઉદયભાઇ કાનગડ દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે સધન કામગીરી કરવા આરોગ્ય શાખાના તમામ કર્મચારીને તાકીદ કરવામાં આવેલ તથા નીચે મુજબની માર્ગદર્શક પગલાંઓની અમલવારી કરવા કડક સુચના આપવામાં આવેલ.

 રોગચાળા સિઝનને ધ્યાને લેતા તમામ કર્મચારીઓને અનિવાર્ય સંજોગો સિવાય રજા ન આપવી.

 વોર્ડવાઇઝ આવતી કોલસેન્ટર તથા અન્ય ફરીયાદોમાં કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવી.

 મેલેરિયાના તમામ કર્મચારીઓને ફિલ્ડ કામગીરી સઘન બનાવવા તથા ફિલ્ડમાં સમયસર.અચુક હાજર રહેવા જણાવેલ.

 વોર્ડના તમામ પાણી ભરેલ ખાડાઓમાં એમએલઓ/બળેલ ઓઇલ તથાબી.ટી.આઇ. દવાનો છંટકાવની કામગીરી સઘન બનાવી.  ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને મેલેરિયા પોઝીટીવ કેસમાં ર૪ કલાકમાં ત્વરિત દવા છંટકાવ, ફોગીંગ સહિતના પગલા લેવા તથા લોકોને આરોગ્ય શિક્ષણ આપવું.  વોર્ડમાં આવેલ તમામ શાળા, બાંધકામ સાઇટ, હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીઝ,સેલર વગેરેને ચેકીંગ કરી વાહક નિયંત્રણ કામગીરી કરવી. વગેરેનો સમાવેશ થાય છે.

(3:42 pm IST)