Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સરકારી સહાય

રાજકોટ તા. ર૭ : રાજયમા ખેડુતો માટે ગુજરાત સરકાર અસરકારક કૃષિ વ્યવસ્થાપન, કૃષિ ઉત્પાદનની અનિશ્ચિતતામાં ઘટાડો થાય કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડુતોની આવકમાં વધારો થાય તે માટે પ્રયત્નશીલ છે. ખેડુતોની આવક બમણી કરવાના આહવાનના પ્રતિસાદ રૂપે રાજય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો, યોજનાઓ તેમજ અભિયાન અમલમાં મુકવામાંં આવેલ છે જે પૈકી વર્ષ ર૦ર૦-ર૧ના અંદાજપત્રમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહીત કરવા પર ભાર મુકેલ છે.

પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મુળભુત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમુત્રથી ઓછા ખર્ચે ખેતી, પાકની વૃદ્ધિ માટે જરૂરી ઇનપુટ બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ બનાવવા પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહિવત ઉત્પાદન ખર્ચ, વધુ ભાવ, પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થશે. આમ, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારૂ લાભાર્થીઓને પ્રાકૃતિક કૃષિ કીટમાં ૭પ% સહાય આપવાની યોજનાની નવી બાબત માટે રૂ. ૧૩પ.૦૦ લાખની વહીવટી મંજુરી આપી છે.

સરકારી પરિપત્ર મુજબ આ યોજના હેઠળ ખેડુતો પ્રાકૃતિક કૃષિ પધ્ધતિનો ઉપયોગ કરતા થાય તે માટે પ્રાકૃતિક કૃષિ કીટ (પ્રવાહી જીવામૃત બનાવવા માટે) જેમાં ર૦૦ લીટરનું ઢાંકણા વગરનું ડ્રમ, ૧૦ લીટરના બે પ્લાસ્ટિકના ટોકર (ટબ) તથા ૧૦ લીટરની એક પ્લાસ્ટીકની ડોલ આપવાના થાય છે જેના પ્રતિ કીટના થનાર ખર્ચના ૭પ% અથવા રૂાઉ૧૩પ૦/ પૈકી જે રકમ ઓછી હશે તે મુજબની ખેડુતદીઠ સહાય મળવાપાત્ર થશે.

(૧) દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પ્રાથમીકતા આપવાની રહેશે ત્યારબાદ અન્ય ખેડુતોને લાભ આપી શકાશે આ અન્ય લાભાર્થીને ખેડુતોએ યોજનાનો લાભ મેળવ્યા બાદજીવામૃત બનાવી પ્રાકૃતિ ખેતી કરવાની રહશે. (ર)  એક ખાતા (નમુના) નંબર ૮-અ મુજબ) દીઠ એક લાભાર્થીને સહાય મળવા પાત્ર થશે. (૩) અરજદાર ખેડુતો એસપીએનએફના માસ્ટર ટ્રેનર્સ પાસેથી તાલીમ લીધેલી હોવી જોઇએ.

અરજદાર ખેડુતો પ્રોજેકટ ડાયરેકટર, આત્માને ઓનલાઇન આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરશે. ઓનલાઇન અરજી ગ્રામ કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર મારફતે અથવા જયા પણ કોમ્પ્યુટર-ઇન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી કરી શકાશે આ ઉપરાંત અરજદાર ભૌતિક અરજી સંબંધિત કચેરીમાં રજુ કરે તો કચેરીએ સમય મર્યાદામાં પોર્ટલ ખુલ્લુ હોય ત્યાં સુધી પોર્ટલ ઉપર ચડાવવાની રહેશે.

(2:36 pm IST)