Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ભાજપ કાર્યકર્તા આધારિત પાર્ટી, જયારે કોંગ્રેસ પરિવારવાદની પાર્ટીઃ ભાર્ગવભાઇ ભટ્ટ

સંગઠન પર્વ અંતર્ગત શહેર ભાજપની મળી ગયેલ બેઠકઃ બૂથ સુધીનું આયોજન ઘડી કઢાયું

રાજ્ય : રાજયના મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં સમગ્ર ગુજરતભરમાં સંગઠન પર્વ ર૦૧૯ આગામી તા.૬ જુલાઇના એટલે કે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર છે. તે પૂર્વે પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા અને મહાનગરો ખાતે અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ માટે બેઠકોનું આયોજન કરવામાં આવેલ, તે અંતર્ગત ટાગોર રોડ ખાતે આવેલ હેમુ ગઢવી હોલ મીની થિયેટરમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઇ ભટ્ટ, સૌરાષ્ટ્ર ઝોન સંગઠન પર્વના ઇન્ચાર્જ કિરીટસિંહ રાણા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભઇ સાગઠીયા, મહાનગરના સંગઠન પર્વના ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, સહઇન્ચાર્જ પુષ્કર પટેલ, ડો. દર્શિતાબેન શાહ, અંજલીબેન રૂપાણી, ભીખાભાઇ વસોયા, અશ્વીન મોલીયાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવેલ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોના હસ્તે દીપ પ્રાગટય બાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ સ્વાગત પ્રવચન કરી સૌને સત્કાર્યા હતા. ભાજપની યોજના અનુસાર આગામી દિવસોમાં અનેક વિધ કાર્યક્રમો આવી રહ્યા છ.ે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને આ કાર્યક્રમોને બુથ સુધી લઇ જવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઇ ભટ્ટે સંગઠન પર્વ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૮૦ ના રોજ સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે ત્યારે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડીત દીનદયાલ ઉપાધ્યાયજી અને અટલબિહારી બાપતાયીજી જેવા મહાપુરૂષોએ પોતાની જાતને સમર્પિત કરી પાર્ટીની પંચનિષ્ઠાથી કાર્યકર્તાઓમાં ઘડતર કરેલ છે ત્યારે આપણા સૌના સહીયારી જવાબદારી બને છે કે પાર્ટીની વિચારધારાથી દેશ મહાન બને તે માટે આપણે સૌએ રાષ્ટ્રવાદની વિચારધારાને સંગઠન પર્વના માધ્યમથી ઘર-ઘર પહોચાડવાના વાહક બનવું પડશે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નવા કાર્યકર્તાઓને ઉમેરી સમયાંતરે વિવિધ જવાબદારીઓ સોંપવામાં માને છે. એટલે કે ભાજપ કાર્યકર્તા આધારીત પાર્ટી છે, જયારે કોંગ્રેસ માત્રને માત્ર ગાંધી પરિવારની પાર્ટી છે, એટલે જ વર્ષો સુધી ગાંધી પરિવારે આ દેશ પર એકહથ્થુ શાસન ચલાવ્યું છે. આ તકે સંગઠન પર્વના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ કિરીટસિંહ રાણાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું. કે આ સંગઠન પર્વમાં નવા મતદારો, સામાજીક અગ્રણીઓ, શૈક્ષણીક સંસ્થાઓથી લઇને છેવાડાના માવીને ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમીક સભ્ય બનાવી પાર્ટીની વિચારધારા સાથે જોડવાનો એક અવસર મળ્યો છે ત્યારે વધુને વધુ સભ્યો બનાવવામાં રાજકોટ મહાનગર અગ્રેસર રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન દેવાંગ માંકડે અને મહેમાનોનું બુક અને ખેસથી સ્વાગત જીતુ કોઠારી તેમજ કિશોર રાઠોડે કરેલ હતું. તેમજ સભ્ય નોંધણીના ફોર્મ અંગે વિસ્તૃત માહિતી આઇ.ટી.સેલના પ્રભારી નિતીન ભુતના માર્ગદર્શન હેઠળ અપુર્વ મહેતાએ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, અનિલભાઇ પારેખ, હરેશ જોષી સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:38 pm IST)