Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

વિજય પ્લોટમાં પાણીની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગતા શિલ્પાબેનનું મોત

રાજકોટ તા. ર૭: ગોંડલ રોડ વિજય પ્લોટમાં પાણીની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગતા મહિલાનું સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ વિજય પ્લોટ શેરી નં. ૧૦ માં રહેતા શિલ્પાબેન પ્રકાશભાઇ ભટ્ટી (ઉ.વ. ૩૧) સવારે પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા ઇલેકટ્રીક શોટ લાગતા બેભાન થઇ ગયા હતા. બનાવ બનતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા બાદ શિલ્પાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ રાજુભાઇ સોલંકી અને રાઇટર દેવાંગભાઇએ કાર્યવાહી કરી હતી. મૃતક શિલ્પાબેનને સંતાનમાં બે પુત્ર છે. મહિલાના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:27 pm IST)