Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

લાયસન્સ વગર ISI માર્કાનો ઉપયોગ કરનાર નિયતિ બેવરેજીસ પર માનક બ્યુરોનો દરોડો

રાજકોટ તા. ૨૭ : લાયસન્સ લીધા વગર આઇ.એસ.આઇ. માર્કો લગાવીને પીવાના પાણીનું ઉત્પાદન કરતા 'નિયતિ બેવરેજીસ' ની ગેરરીતી ભારતીય માનક બ્યુરોએ ઝડપી પાડી છે.

રાજકોટમાં ૧ રામનગર, સહજાનંદ હોલની પાસે, હુડકો ચોકડીથી ડાબી સાઇડ આવેલ નિયતિ બેવરેજીસ ખાતે માનક બ્યુરોની ટીમે તપાસ કરતા પીવાના પાણીની ૧ લીટરની ૨૪૦ બોટલો, ૫૦૦ મીલીની ૬૭૨ બોટલો, ૨૫૦ મીલીની ૯૬ બોટલો તેમજ ૧૦૦૦ ખાલી બોટલો આઇ.એસ.આઇ. માર્ક લગાવેલી મળી આવી હતી. લાયસન્સ વગર આઇએસઆઇ માર્કાનો ઉપયોગ થતો જણાતા આ બોટલોસ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ભારતીય માનક બ્યુરો અધિનિયમ મુજબ આ અપરાધ માટે બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ.૨,૦૦,૦૦૦ નો દંડ અથવા બન્ને સજાપાત્ર હોવાનું વૈજ્ઞાનિક ઇ અને પ્રમુખ ભારતીય માનક બ્યુરો એસ. કે. સિંહ (મો.૯૭૨૭૨ ૪૫૫૦૩) ની યાદીમાં જણાવાયુ છે.

આવી કયાંય પણ ગેરરીતી થતી જણાતી હોય તો માનક બ્યુરોના કાર્યાલય, એફ.પી. ૩૬૪/પી વોર્ડ નં.૧૨, કાલાવડ રોડ, રાજકોટ ખાતે જાણ કરવા જણાવાયુ છે.

(11:40 am IST)