Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રાજકોટમાં છુટછાટના ૯ દિવસ દરમિયાન કોરોનાના ૪ કેસઃ લોકો નહી સમજે તો વધશે

શહેરમાં કોરોના કંન્ટ્રોલમાં છે ત્યારે હવે શહેરીજનો ગંભીરતાથી માસ્ક, સેનેટાઇઝર, હેન્ડવોસ અને લોકડાઉનના નિયમોનો અમલ કરે તે અત્યંત જરૂરી

રાજકોટ તા. ર૭ : લોકડાઉન ૪.૦માં રાજય સરકારે રાજકોટ શહેરમાં વેપાર-ધંધા શરૂ કરવા ૧૮મી  મે એ છુટછાટ આપ્યાને આજે ૯ દિવસ પુરા થયા છે. આ ૯ દિવસમાં શહેરમાં કોરોનાના વધુ ૪ કેસ નોંધાયા છે. જો કે તે તમામ હોટ-સ્પોટ જંગલેશ્વરના છે. પરંતુ હવે શહેરીજનો ગંભીરતા પૂર્વક લોકડાઉનના નિયમોનો ચૂસ્ત પાલન કરવુ પડશે.

૧૮ મેથી મળેલી છુટછાટના આજે ૯માં દિવસે શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ જોઇએ ૧૮મી મે એ શહેરમાં કુલ ૭૬ કેસ હતા તેમાંથી ૬૦ને હોસ્પીટલેથી રજા આપી દેવાયેલ અને ૧પ સારવાર હેઠળ હતા જયારે ૧ મોત નોંધાયેલ.

ત્યારબાદ ર૩ મેએ ર પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી મળ્યા અને ર૪મીએ પણ હોટ-સ્પોટ જંગલેશ્વરમાંથી ૧ કેસ મળ્યો અને આજે ફરી એક કેસ જંગલેશ્વરમાં મળ્યો આમ લોકડાઉનમાં છુટછાટ બાદના ૯ દિવસમાં કુલ૪ પોઝિટિવ કેસ મળ્યા જે તમામ હોટ-સ્પોટ જંગલેશ્વરના છે.

આજની સ્થિતિએ શહેરના કુલ ૮૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૭૩ ને હોસ્પિટલેથી રજા આપી દેવાઇ છે હાલમાં ૬ દર્દીઓ સારવાર હેઠળ છે.

આમ છુટછાટ પછી પણ કોરોના કંટ્રોલમાં છે. ત્યારે હવ ેકેસ વધે નહી તેની જવાબદારી પ્રત્યેક નાગરીકની છે.  કામ વગર ઘરની બહાર નિકળવુ નહી માસ્ક ફરજીયાત પહેરવુ અને હેન્ડવોશ-સેનેટાઇઝેશનનો આગ્રહ રાખવો, અને ખાસ સોશ્યલ ડીસટન્સીંગ ત્થા એક-બીજાને અડવાથી દુર રહેવું આવા નિયમોનો ચુસ્ત અમલ કરવોજ પડશે. કેમ કે કોરાનાને આગળ વધતો અટકાવવા હવે આ એકજ વિકલ્પ છે. શહેરમાંં કોરોના કંટ્રોલમાં આવી રહ્યો છે. ત્યારે હવે રાજકોટવાસીઓ માસ્ક, હેન્ડવોશ-સોશ્યલ ડીસ્ટન્સીંગની ગંભીરતા સમજે તે અત્યંત જરૂરી છે.

(3:51 pm IST)