Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રાજકોટ શહેર-જીલ્લામાં રપ દિવસમાં કલેકટર તંત્ર દ્વારા ૪પ૦ લગ્નને મંજુરી અપાઇ

વર-કન્યા પક્ષ બન્નેના રપ-રપ લોકો-ફરજીયાત માસ્કની અમલવારીઃ પરિમલ

રાજકોટ, તા., ૨૭: કોરોના મહામારી વચ્ચે રાજકોટ શહેર-જીલ્લામાં છેલ્લા રપ દિવસમાં ૪પ૦ લગ્નને મંજુરી અપાયાનું એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ હતું કે સરકારે લગ્ન જેવા પ્રસંગો સાદાઇથી ઉજવવા, ફરજીયાત માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ, સોશ્યલ ડીસ્ટન્સ વિગેરે ગાઇડ લાઇન જાહેર કરી છે અને તે પ્રમાણે ૪પ૦ લગ્નને મંજુરી અપાઇ છે.

 લગ્નની મંજુરી આપવાની સતા દરેક પ્રાંતને આપી દેવાઇ છે. પ્રાંત અધીકારી દ્વારા લગ્ન ઇચ્છુકો પાસેથી સાદા કાગળમાં અરજી લઇ મંજુરી અપાય છે.

વર અને કન્યા બંન્ને પક્ષના રપ-રપ લોકોની હાજરી સિમીત બનાવાઇ છે. વર-કન્યા-ગોરબાપા અને ઉપસ્થિત તમામ માટે ફરજીયાત માસ્ક-વાડી-હોલનો ઉપયોગ નહી, દાંડીયા રાસ-ભોજન સમારંભ-રીસેપ્શન એવી કોઇ મંજુરી નથી અપાતી.

(3:50 pm IST)