Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર કલ્પેશને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ, તા.ર૭ : ભકિતનગર વિસ્તારમાં રહેતી સગીરાને લોકડાઉન વચ્ચે ભગાડી જઇ બળાત્કાર ગુજારનાર શખ્સને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા તા. ૯-પના રોજ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના માતા-પિતાએ તેની શોધખોળ આદરી હતી. તપાસ કરતા સગીરાને સહકાર રોડ પર કલ્યાણ સોસાયટી શેરી નં.૧માં રહેતો કલ્પેશ ઉર્ફે કલો રાજુભાઇ ડાભી (ઉ.ર૩) ભગાડી ગયો હોવાનું જાણવા મળતા ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે કલ્પેશ ઉર્ફે કલા વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી હતી. દરમ્યાન શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયા અને પીઆઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.બી. જોગરાણા, હેડ કોન્સ. અશોકભાઇ ડાંગર, સંતોષભાઇ મોરી, જયંતિભાઇ ગોહિલ અને ઇન્દ્રજીતસિંહ ગોહીલ સહિત કલ્પેશ ઉર્ફે કલો ડાભી (ઉ.ર૩)ને કુવાડવા રોડ સાત હનુમાન પાસેથી પકડી લીધો હતો. આ બનાવમાં આ શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલતા ભકિતનગર પોલીસે બળાત્કારની કલમનો ઉમેરો કરી ધરપકડ કરી હતી.

(3:50 pm IST)