Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

પુર - વાવાઝોડામાં રાહત - બચાવનો એકશન પ્લાન : ૧૫૫ ભયગ્રસ્ત મકાનોને નોટીસ

કોરોના સંક્રમણ વચ્ચે ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિમાં તંત્ર ચોકન્નુ રહેશે : ઉદિત અગ્રવાલ : નીચાણવાળા વિસ્તારના લોકોનું નિશાળોમાં સ્થળાંતર કરી રાહત છાવણી - ફૂડ પેકેટની વ્યવસ્થા : મેલેરિયા અટકાવવા ટિકડી વિતરણ - દવા છંટકાવ

રાજકોટ તા. ૨૭ : વર્ષાઋતુ – ૨૦૨૦ અનુસંધાને આપત્તિ સામેની બચાવ અને રાહત કામગીરીની વ્યવસ્થાના કામે તેમજ કોઈ જાનહાની ન થાય તેને લક્ષ્યમા રાખી પ્રિ-મોન્સુનની તૈયારી કરવા વિવિધ શાખાના અધિકારીઓને લગત કામગીરી સબબ જવાબદારી સોંપવામાં આવી હતી. આવનારા સમયમાં ચોમાસાની ઋતુને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરી લગત વિવિધ મુદ્દાઓની ચર્ચા અને આયોજન કરવા અંગે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાખાના સંબધિત અધિકારીશ્રીઓ સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી. સંબધિત અધિકારીશ્રીમાં ત્રણેય ઝોનના નાયબ કમિશનરશ્રીઓ શ્રી બી.જી. પ્રજાપતિ, શ્રી એ.આર.સિંધ અને શ્રી સી.કે.નંદાણી, મદદનીશ આયુકતશ્રીઓ, આરોગ્ય અધિકારીશ્રી, સુરક્ષા અધિકારીશ્રી, ટાઉન પ્લાનિંગના અધિકારીશ્રીઓ, SWMના અધિકારીશ્રીઓ, તમામ સિટી એન્જી.શ્રીઓ, વોર્ડ એન્જી.શ્રીઓ, શાસનાધિકારીશ્રી, વોર્ડ ઓફિસરશ્રીઓ, વિવિધ શાખાના આસી, મેનેજરશ્રીઓ, ડાયરેકટરશ્રી પાર્કસ એન્ડ ગાર્ડન, ચીફ ફાયર ઓફિસરશ્રી, ડી.ઈ.ઈ.શ્રી, પી.એ.ટુ કમિશનરશ્રી (સહાયક કમિશનર), પી.એ.(ટેક) ટુ કમિશનરશ્રી, વિગેરે ઉપસ્થિત રહયા હતા.

મ્યુનિ. કમિશનરશ્રીએ મીટીંગની શરૂઆત કરતા વિવિધ મુદ્દાઓ અંગે આવનાર સમયમાં શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા અંગે સંબધિત અધિકારીશ્રી પાસેથી માહિતી મેળવી હતી. ચોમાસા દરમ્યાન આવનારા પડકારોનો અત્યારથી જ સામનો કરવા રાજકોટ મહાનગરપાલિકા તૈયાર રહે તે બાબતને ધ્યાનમાં રાખી અત્યારથી જ પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરવા સુચના આપવામાં આવેલ હતી, તેમજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય તેવા એરિયામાં પાણીના નિકાલ માટેની ચર્ચા કરવામાં આવેલ હતી.

વધુમાં મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, દરેક વોર્ડમાં પ્રિ-મોન્સુન કામગીરી પુરજોશ થાય તે માટે જે-તે વોર્ડના વોર્ડ પ્રભારી અને વોર્ડ ઓફિસર દરરોજ વોર્ડનું નિરીક્ષણ કરશે, જો કોઈ વોર્ડમાં કામગીરી ધીમી ચાલતી હોય તો તાત્કાલિક પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે. દરેક અધિકારી સવારથી જ ફિલ્ડમાં કામગીરી ચકાસવા જશે અને ON GOING WORK (તાત્કાલિક કામ પુરા કરવા) પર ધ્યાન આપવામાં આવશે.

મ્યુનિ. કમિશનરશ્રી તમામ વોર્ડમાં વોર્ડ પ્રભારીશ્રી અને વોર્ડ ઓફિસરશ્રીને સાથે રાખીને વોર્ડ વાઈઝ પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા કરવા દરેક વોર્ડમા વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે.

પ્રિ-મોન્સુન કામગીરી જેવી કે, વાવાઝોડાની આગાહી તથા ભારે વરસાદ વખતે દરેક વોર્ડ માટે નોડલ ઓફિસર તરીકે વોર્ડ ઓફિસરશ્રી, ડે.એન્જીનીયરશ્રી તથા આસી. એન્જીનીયરશ્રીની નિમણુંક કરવી, દરેક ઝોનમાં હાજર રહી તાબાનાં વોર્ડ ડે.એન્જીનીયરશ્રી, આસી. એન્જીનીયરશ્રી, વર્ક આસિસ્ટન્ટ તેમજ કોન્ટ્રાકટરને હાજર રાખી પોતાનાં દરેક ઝોનમાં ભારે વરસાદથી જે નિચાણવાળા વિસ્તારો, સોસાયટીમાં પાણી ભરાયા હોય તેના નિકાલની કામગીરી ઉપરાંત વરસાદ, વાવાઝોડા બાબતની તમામ આનુષાંગીક કામગીરી કરવા મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા સુચના આપવામાં આવી હતી.

ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન ખાતે તકેદારીના ભાગ સ્વરૂપે દર વર્ષની જેમ કંટ્રોલરૂમ ખાતે ટ્રક ટ્રેકટર અને મજુરોની વ્યવસ્થા ગોઠવવામા આવશે. ભરાઈ રહેલા પાણીના નિકાલ માટે તમામ પંપીગ સ્ટેશનો કાર્યરત રહે તેની કાળજી રાખવાની રહેશે. ભારે વરસાદ, વાવાઝોડા વખતે વિદ્યુત પુરવઠો ન મળે ત્યારે તેની અવેજીમાં ડિઝલ જનરેટર ચાલુ હાલતમાં અને પુરતા ફયુઅલ સાથે મળી રહે તેની તકેદારી લેવામાં આવશે. ગટરનું પાણી તથા પીવાનાં પાણીની લાઈન ભેગી ન થાય તેની કાળજી રાખવા અને તેવી પરિસ્થિતીને પહોંચી વળવા માટે ઈમરજન્સી કામ માટેની ટીમ અલગથી બનાવી રાખવામા આવશે.પુર, વાવાઝોડા સમયે સ્વચ્છ પીવા લાયક પાણીનો પુરવઠો જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવી તથા તે અંગેના જરૂરી પગલાં લેવામા આવશે. ભારે વરસાદ તથા વાવાઝોડા બાદ રોગચાળાનો ભય રહે છે તેને લક્ષમાં રાખી કલોરીનેટેડ તેમજ ફીલ્ટર્ડ પાણી પુરૂ પાડી શકાય તેવી સદ્યન વ્યવસ્થા કરવામાં આવશે.

ડ્રેનેજ શાખા ૅં- ભારે વરસાદ દરમ્યાન રોડ ઉપરના ડ્રેનેજનાં ઢાંકણાઓ લોકો દ્વારા ખોલવામાં આવે છે. જે ફરી બંધ થતા નથી જેથી તેમાં અકસ્માત થાય છે તેવી શકયતાઓ લક્ષમાં રાખી તે બંધ કરવા માટે વ્યવસ્થા થશે. ડ્રેનેજ લગત આવતી ફરિયાદોના નિકાલ માટે ભારે વરસાદ દરમ્યાન વ્યવસ્થા રાખવી તેમજ મેન પાવર અને મશીન પુરતા પ્રમાણમાં હાજર રાખવામા આવશે.

ભારે વરસાદના કારણે રાહત કાર્યની સંકલન માટે અને જરૂરીયાત મુજબના ફુડ પેકેટસ કે અન્ય સામગ્રી સ્વૈચ્છીક સંસ્થાઓ વ્યવસાયિક સંસ્થાઓ પાસે મેળવવા અને જે તે જગ્યાએ રાહત શીબીરોમાં પહોંચાડવા વ્યવસ્થા ગોઠવાશે.

મધ્યાહન ભોજન યોજનાના રસોડાના માધ્યમથી જરૂરીયાતના સમયે મોટા પ્રમાણમાં રસોઇની વ્યવસ્થા કરાવી વિતરણ થઇ શકે તે મુજબ આયોજન થશે.

નિચાણવાળા પાણી ભરાય તેવા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવા માટે નજીકની શાળામાં આશરો આપવા માટેની વ્યવસ્થા કરવી જરૂરીયાતના સમયે સ્થળાંતર કરાવવુ. અને વરસાદી પાણી ઓસરી ગયા બાદ તેઓને શાળામાથી પરત મોકલવાની વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી છે.

ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત રીતે શાળા કે અન્ય નિયત કરેલ જગ્યાએ રહી શકે તે માટે વોર્ડ ઓફિસર/ વોર્ડ એન્જીનીયર/આરોગ્ય SWMના સ્ટાફના માધ્યમથી તમામ જગ્યામાં પાણી, લાઈટ, સફાઈ, આરોગ્ય વગેરે સુવિધાઓથી સુસજ્જ રાખવુ. જયુબિલી કન્ટ્રોલ રૂમ માટે જરૂરી સ્ટાફના હુકમ કરવા અને કામગીરીનું સંકલન થશે.

વાવાઝોડા/પુર/આપત્ત્િ।ની ચેતવણી મળ્યાથી તુરંત જ અસરગ્રસ્ત વિસ્તારના તથા નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલીક સલામત સ્થળે ખસી જવાની જાણ કરવાની તેમજ ખસેડવાની વ્યવસ્થા ગોઠવવા સંબધિત અધિકારીને અત્યારથી જ જવાબદારી સોંપી દેવામાં આવી છે, આસી. કમિશનરશ્રી સેન્ટ્રલ ઝોન અને શાસનાધિકારીશ્રી તથા આસી.મેનેજરશ્રી ટેકસ સેન્ટ્રલ ઝોન સાથે સંકલન કરી પરસ્પર સહયોગથી વોર્ડ વાઈઝ ટીમ બનાવી સ્થળાંતર કરાવવા મદદરૂપ થશે. વિશેષમાં પુરમાં ફસાયેલા લોકોને બચાવવા તરવૈયાની મદદ મેળવવા અંગે આયોજન કરાયેલ છે. હોડી (બોટ) અને તરવૈયાઓની યાદી અદ્યતન માહિતી સાથે તૈયારી રાખવામાં આવેલ છે. સાથોસાથ આવશ્યકતા જણાય તો પશુઓને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવશે. વોર્ડમાં ભરાયેલ પાણીના નિકાલની કામગીરી, આપત્તિ સમયે ફસાયેલ જરૂરતમંદ વ્યકિતઓને નજીકની શાળાઓમાં આશ્રય આપવામાં આવશે. રોડ ઉપર ઝાડ અથવા અન્ય અડચણો હોય તો JCB તથા માણસોની મદદથી દુર કરવા ફાયર બ્રિગેડ અને ગાર્ડન વિભાગ સંકલનમા રહેશે.

કુદરતી આપત્તિના ભોગ બનેલ લોકોને પ્રાથમિક સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરી જીવન રક્ષક દવાઓ, રસીઓ, જંતુનાશક દવા, કલોરિનની ટેબલેટ વગેરેનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવશે. પ્રાથમિક સારવારની દવાઓ, સાધનોની વ્યવસ્થા રાખવામાં આવશે. હાડકાંના સર્જન, બાળકોના નિષ્ણાંત તથા ફીઝીશ્યન વિગેરેની સહાય મેળવવામા આવશે. અર્બન મેલેરીયા વિભાગ દ્વારા ખાડામાં ભરાયેલ પાણી ઉપર તથા આજુબાજુ જંતુનાશક દવાઓ વિગેરીનો છંટકાવ કરવાનું આયોજન થયેલ છે. મેલેરીયાનો રોગચાળો ફાટી ન નિકળે તે માટે કવીનાઈનની ટેબલેટોનું વિતરણ કરાવવું તથા કલોરીન તેમજ જંતુનાશક દવાનો કુવા, તળાવ, વાવમાં છંટકાવ કરવામાં આવશે.

તુટી પડેલા વિજળીનાં વાયરો, પડી ગયેલા થાંભલાઓ, રસ્તાઓ પર પડેલા વિજળીનાં વાયરો વિગેરેની દુરસ્તીનું કાર્ય પી.જી.વી.સી.એલ. સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. જનરેટર સેટ, ટેલીફોન, વાયરલેસ સેટ વગેરે ચાલુ હાલતમા રાખવા અગાઉથી વ્યવસ્થા થશે.ખાનગી પાર્ટીઓ પાસેથી ભાડે જનરેટર સેટ મળી રહે તેવા કોન્ટ્રાકટરોની યાદી હાથ પર રાખવી. પી.જી.વી.સી.એલ.ના સતાવાળા સાથે સંકલન કરી વિજ પુરવઠો સ્ટ્રીટ લાઈટ વિગેરેની તુરત જ મરામત તથા પુનૅં વિજળી ચાલુ કરવાની કાર્યવાહી કરવામા આવશે.

ડ્રેનેજ અને વોટર વર્કસ મેનહોલ સફાઈ

ઙ્ગરાજકોટ શહેરમાં તા. ૪ મે થી તા. ૨૫ મે સુધીમાં મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેના કુલ ૯૦૦૨ સ્ટોર્મ વોટર ડ્રેનેજ મેનહોલ સફાઈ થઇ ગયેલ છે, ડ્રેનેજ મેનહોલ કુલ ૨૦૧૦૯ની સફાઈ થઇ ગયેલ છે. ૩૧૧૭ વોટર વર્કસ વાલ્વ ચેમ્બરની સફાઈ થઇ ગયેલ છે. ઙ્ગ

ભયગ્રસ્ત મકાનોને નોટીસ

શહેરમાં ૧૫૫ ભયગ્રસ્ત મકાનોને નોટીસ આપવામાં આવેલ છે.

વોંકળા સફાઈ

શહેરમાં આવેલ કુલ ૪૭ વોંકળા પૈકી ૩૭ વોંકળાની સફાઈ કામગીરી કરવામાં આવેલ છે તેમજ ૧૦ વોંકળાની સફાઈ કામગીરી ચાલુ છે.

(3:45 pm IST)