Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

પૂર-વાવાઝોડુ-ભારે વરસાદ સામે મહેસુલ વિભાગ દ્વારા સ્પે. ૬ર૮ જગ્યાઓનું ખાસ મહેકમ

૩૦ નવેમ્બર સુધી આ જગ્યા ચાલશે : સ્ટેટ કન્ટ્રોલમાં ર૦ જગ્યાઓ ઉભી કરાઇ... : જીલ્લા અને તાલુકા લેવલે નાયબ મામલતદારો તથા પટ્ટાવાળા ખાસ ફાળવાયા સ્ટેટ કન્ટ્રોલમાં એક ડે. કલેકટર, ૬ નાયબ મામલતદાર-બે કલાર્ક, ૩ પટ્ટાવાળા, ડ્રાઇવર- ૩ ઝેરોક્ષ ઓપરેટર અને પ-કોમ્પ્યુટર ઓપરેટરઃ દરેક કલેકટરોને ખાસ પરિપત્ર મોકલાયો

રાજકોટ, તા. ર૭ :  આગામી  મોન્સુન સીઝનમાં પુર-વાવાઝોડુ-ભારે વરસાદ સામે મહેસુલ તંત્ર સજ્જ બની ગયું છે, આજે આ અંગે ખાસ વીસી પણ યોજાઇ છે.

કલેકટર કચેરીના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે ઉપરોકત સ્થિતિમાં પહોંચી વળવા, સ્ટેટ કન્ટ્રોલ રૂમની -ર૦ જગ્યાઓ સહિત રાજયભરમાં કુલ ૬ર૮ જગ્યાઓનું તા. ૧ જુનથી તા. ૩૦ નવેમ્બર સુધી ખાસ મહેકમ મંજુર કરી જગ્યાઓ ઉભી કરી દેવાઇ છે.

સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં એક ડે. કલેકટર ઉપરાંત નાયબ મામલતદાર, કલાર્ક, પટ્ટાવાળા કમ ડ્રાઇવર, ઝેરોક્ષ ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર મળી ર૦ જગ્યાઓ ઉભી કરાઇ છે, જેના ઓર્ડર હવે થશે.

આ ઉપરાંત રાજકોટ સહિત રાજયના ૩૩ જિલ્લાઓમાં ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમમાં એક નાયબ મામલતદાર અને એક પટ્ટાવાળા તથા રાજકોટ જિલ્લાના ૯ તાલુકા સહિત રાજયના કુલ ર૭૧ તાલુકામાં કન્ટ્રોલ રૂમમાં એક નાયબ મામલતદાર અને એક પટ્ટાવાળા કમ ડ્રાઇવર રહેશે.

પટ્ટાવાળા આઉટસોસીંગ દ્વારા ભરવાના રહેશે. જયારે નાયબ મામલતદારોના ઓર્ડરો રાજકોટ કલેકટર દ્વારા હવે કરાશે.

દરેક કન્ટ્રોલ રૂમમાં સવારના ૭ થી બપોરના-ર, બપોરના ર થી રાતના ૧૦ અને રાતના ૧૦ થી સવારના ૭ એમ રાઉન્ડ ધ કલોક કામગીરી કરવાની રહેશે. તે ઉપરાંત જિલ્લા કક્ષાના ડીઝાસ્ટર મેનેજમેન્ટના સેલને પણ આ કામગીરી માટે ઉપયોગમાં લેવા આદેશો થયા છે.

(3:42 pm IST)