Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

શ્રી પંચનાથ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો દ્વારા કન્સલટીંગ સેવાઓ પુનઃ ધમધમતી થઈ

ડો.ધવલ કરકરે-ડો. દિપલબેન સોલંકી, ડો. યજ્ઞેશ પોપટ, ડો. બીપીન પટેલ, ડો. મીલન રોકડ, ડો. પ્રતિભાબેન નથવાણી, ડો. નયન કાલાવડીયા, ડો. કૃણાલ કુંદડીયા, ડો. ભાવેશ સચદે સહિતના નિષ્ણાંત તબીબોની ટીમ સેવા આપશે

 રાજકોટ : વર્તમાન વિશ્વવ્યાપી કોરોના મહામારીની સમસ્યા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા લોકડાઉન ના માર્ગદર્શન મુજબ માસ્ક, સેનીટાઈઝેશન અને સામાજીક અંતર રાખવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે શ્રી પંચનાથ હોસ્પિટલના સારવાર વિભાગો પુનઃશરૂ થયેલ છે. હવે પછી નિષ્ણાંત તબીબો નીચે દર્શાવેલા સમયે મળી શકશે.

 સોમવારઃ ડો. ધવલ કરકરે (હોમીઓપેથીક) - ૮ થી ૧૦.૩૦ / ડો. નીરજ ભાવસાર (બાળ રોગ નિષ્ણાંત) - ૪ થી પ / ડો. બીનાબેન ત્રિવેદી (સ્ત્રી રોગ નિષ્ણાંત) - ૪ થી ૫ / ડો. અંકિત માકડીયા (પેટ અને આંતરડાના નિષ્ણાંત) -૪ થી ૫/ડો. દિપક પટેલ (જનરલ સર્જન) - ૪ થી પ

 મંગળવાર : ડો. દિપલબેન સોલંકી (સ્ત્રી રોગ નિષ્ણાંત) - ૪ થી ૬ / ડો. બી. એમ. થાનકી (જનરલ સર્જન) -૪ થી પ

 બુધવાર : ડો. યજ્ઞેશ પોપટ (બાળ રોગ નિષ્ણાંત) - ૪ થી ૫ / ડો. બિપિન પટેલ (જનરલ સર્જન) - ૪ થી ૫ / ડો. મિલન રોકડ (માનસિક રોગના નિષ્ણાંત) - ૪ થી પ / ડો. પ્રતિભાબેન નથવાણી (સ્ત્રી રોગ નિષ્ણાંત) -૪ થી ૬

 ગુરૂવાર : ડો. નયન કાલાવડીયા (બાળ રોગ નિષ્ણાંત) - ૪ થી પ / ડો. કુણાલ કુંદડિયા (કિડનીના નિષ્ણાંત)-૪ થી ૫/ ડો. ભાવેશ સચદે (હાડકાના નિષ્ણાંત) -૪ થી પ

 શુક્રવાર : ડો. દિપલબેન સોલંકી (સ્ત્રી રોગ નિષ્ણાંત) - ૪ થી ૬ / ડો. જીગરસિંહ જાડેજા (ન્યુરો સર્જન) -૫થી ૬ / ડો. અંકિત માકડીયા (પેટ અને આંતરડાના નિષ્ણાંત) - ૪ થી પ / ડો. કુણાલ કુંદડિયા (કિડનીના નિષ્ણાંત) - ૪ થી પ / ડો. રાજેશ ગાંધી (હાડકાના નિષ્ણાંત) -૪ થી પ

 શનિવાર : ડો. પ્રતિભાબેન નથવાણી (સ્ત્રી રોગ નિષ્ણાંત) - ૪ થી ૬ / ડો. અંકિત માકડીયા (પેટ અને આંતરડાના નિષ્ણાંત) -૪ થી પ તેમજ હોસ્પિટલના સૌથી વધુ કાર્યરત સોનોગ્રાફી વિભાગ જેમાં ડો. પૂજાબેન રાઠોડ રેડીયોલોજીસ્ટ એમ.બી.બી.એસ. - ડી.એમ.આર.ડી. - ડી.એમ.ડી. જેવી ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. કે જેમણે છેલ્લા ૧૭ માસના ગાળા દરમ્યાન પંચનાથ હોસ્પિટલમાં તબીબે સૂચવેલા પરીક્ષણો મુજબ લગભગ ૨૦૦૦૦ થી વધારે સચોટ અને સફળતા પૂર્વક સોનોગ્રાફી કરીને નિપુણતા પ્રાપ્ત કરેલ છે જેઓ દરરોજ સવારે ૯ થી ૧ મળી શકશે તથા ડો. પારસ પટેલ રેડીયોલોજીસ્ટ અને સોનોલોજીસ્ટ જેવી ડિગ્રી પ્રાપ્ત કરીને કોઠારી પોલીડાયગ્નોસ્ટિક સેન્ટર,  સિવિલ હોસ્પિટલ - મોરબી અને પવાર ડાયગ્નોસ્ટિક સેન્ટર - ચાલીસગાઓ ખાતે સફળતા પૂર્વક સોનોગ્રાફી કરીને સારી એવી નિપુણતા પ્રાપ્ત કરેલ છે. જેઓ દરરોજ બપોરે ૧ થી ૬ સુધી મળી શકશે.

 તદુપરાંત લેબોરેટરી, ઈસીજી તથા TMT  જેવી હૃદયની તપાસ, એકસ - રે (૮ થી ૬), આંખની તપાસ (૧૦ થી ૧ અને ૪ થી ૭), અને દાંત વિભાગ (૯ થી ૧) સુધી ચાલુ રહેશે તેવું હોસ્પિટલ તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:40 pm IST)