Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

મવડી ઓવર બ્રિજ નજીક બાઇક સ્લીપ થઇ જતાં બજરંગ સોસાયટીના પિયુષભાઇ પ્રજાપતિનું મોત

સાંજે કામેથી ઘરે આવતા'તા ત્યારે બનાવ, સારવારમાં દમ તોડ્યોઃ યાદવ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૭: મવડી ઓવર બ્રિજ નીચે બાઇક સ્લીપ થઇ જતાં બાઇકસ્વાર યુવાનને ગંભીર ઇજા થઇ હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ મવડી ગામ બજરંગ સોસાયટી-૩માં રહેતાં પિયુષભાઇ રવજીભાઇ યાદવ (ઉ.વ.૩૯) નામના પ્રજાપતિ યુવાન ગઇકાલે સાંજે કામેથી છુટીને ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે મવડી ઓવર બ્રિજ ઉતરતા આર.કે. બિલ્ડીંગ નજીક બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન આજે મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર પિયુષભાઇ મિસ્ત્રી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તે બે ભાઇમાં મોટા હતાં અને મુળ જુનાગઢના ગળવાવના વતની હતાં. સંતાનમાં એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.  બનાવની જાણ થતાં માલવીયાનગરના હેડકોન્સ. દિલીપસિંહ જાદવે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:30 pm IST)