Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ભવનાથ પાર્ક, યોગીનગર, લક્ષ્મીનગર અને રૂખડીયાપરામાં જુગાર રમતા ૧૯ ઝડપાયા

રાજકોટ તા. ૨૭ : હરી ધવા રોડ પર ભવનાથ પાર્કમાં મકાનમાં, નાનામવા રોડ, લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે, રૂખડીયાપરામાં અને યુનિવર્સિટી રોડ યોગીનગર સરકારી કર્મચારી સોસાયટીમાં ગીરીરાજ ફલેટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા મહિલાઓ સહિત ૧૯ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા, વિક્રમભાઇ તથા દેવાભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે હરીધવા રોડ ભવનાથ પાર્ક-૧, શેરી નં. ૧માં આશીષ હરીભાઇ સેલડીયા (ઉ.વ.૩૪)ના મકાનમાં દરોડો પાડી મકાન માલીક આશીષ તથા વિવેકાનંદનગર શેરી નં. ૧ના વિપુલ જેરામભાઇ રાખોલીયા (ઉ.૩૮), નીતીન છોટાલાલભાઇ સાતા (ઉ.વ.૩૭), વિજય જેરામભાઇ રાખોલીયા (ઉ.વ.૩૯), વિપુલ વિરજીભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૩), મનોજ વલ્લભભાઇ શીંગાળા (ઉ.વ.૪૭) તથા રજત સોસાયટી શેરી નં. ૫ના પરેશ બાબુભાઇ લીંબાસીયા (ઉ.વ.૩૭)ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૧૧,૩૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ વી.કે.ઝાલા તથા ભાવેશભાઇ ગઢવી સહિતે નાનામવા રોડ લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે દરોડો પાડી જુગાર રમતા મહિપત વલકુભાઇ બસીયા (ઉ.વ.૨૯) (રહે. લક્ષ્મીનગર આરએમસી કવાર્ટર), અલ્કા સોસાયટી પાસે ન્યુ માયાણીનગર શેરી નં. ૩ના શ્રીકાંત ઉર્ફે સીકો નરેન્દ્રભાઇ વ્યાસ (ઉ.વ.૩૫) તથા અમરનગરની કિરણ મહેન્દ્રભાઇ બકોરી (ઉ.વ.૪૫)ને પકડી લઇ રૂ. ૧૨,૭૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા સહિતે રૂખડીયાપરા શેરી નં. ૪માં દરોડો પાડી ધોડીપાસાનો જુગાર રમતા રૂખડીયાપરાના ફીરોઝ અયુબભાઇ જામ (ઉ.૨૪) ઇરફાન ખમીશાભાઇ ભાણુ (ઉ.વ.૨૭), સદામ જાનમહંમદભાઇ ભાણુ (ઉ.વ.૨૪), કિરીટસિંહ ભુપતસિંહ સિસોદીયા (ઉ.૨૮)ને પકડી લઇ રૂ. ૭૮૦૦ની રોકડ કબ્જે કરી હતી. જ્યારે કરણ દડુભાઇ ચાવડા અને અલીબાપુ પીરભાઇ બેલીમ નાશી જતા તેની શોધખોળ આદરી છે.

જ્યારે ચોથા દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.રબારી તથા અજયભાઇ ભુંડીયા સહિતે બાતમીના આધારે પંચાયતનગર પાસે યોગીનગર સરકારી કર્મચારી શેરી નં. ૮માં ગીરીરાજ ફલેટ એ-૧માં દરોડો પાડી ફલેટમાં જુગાર રમતા ખુશ્બુ વિનોદભાઇ કક્કડ (ઉ.૨૯), પુજા હિમાંશુભાઇ ચંદારાણા (ઉ.૨૮), જેમીની ધવલભાઇ રાજાણી (ઉ.૨૬), ખુશ્બુ મોહિતભાઇ રાજાણી (ઉ.૩૦) અને શ્રધ્ધા જસ્મીનભાઇ તલસાણીયા (ઉ.૩૩)ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૧૧,૪૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી

(3:30 pm IST)