Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રૈયા રોડ બ્રીજ પર બંધ ટેમ્પો પાછળ બુલેટ અથડાતા સિકયુરીટી એજેન્સીના સંચાલકનું મોત

બજરંગવાડીના તુલસન ક્રિશ્ચીયન (ઉ.વ. ૩૭) ના મોતથી પરિવારમાં માતમઃ મૃતકના પત્નિ નર્સ છે

રાજકોટ તા. ર૭: શહેરના રૈયા ચોકડી પાસે બ્રીજ પર બંધ પડેલા ટેમ્પો પાછળ બુલેટ અથડાતા સિકયુરીટી એજેન્સીના સંચાલકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ બજરંગવાડી સર્કલ પાસે આર. કે. રેસીડેન્સી ફલેટ નં. ર૦૬ માં રહેતા અને સિકયુરીટી એજન્સી ધરાવતા તુલસનભાઇ થોમસ (ઉ.વ. ૩૭) ગઇકાલે પોતાનું જી.જે. ૩ એલ.સી. ૩૯૮૭ નંબરનું બુલેટ લઇને દોઢસો ફુટ રીંગ રોડ પર જઇ રહ્યા હતા ત્યારે રૈયા ટેલીફોન એકસચેન્જ નજીક સહિદ બ્રીજ ઉપર પહોંચતા આગળ બંધ પડેલ જી.જે. ૭ ટીટી પ૭૭૬ નંબરના ટેમ્પો પાછળ બુલેટ ધડાકા સાથે અથડાતા અકસ્માત સર્જાતા ક્રિશ્ચયન યુવાનને ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

બાદ ક્રિશ્ચયન યુવાનને તાકીદે ૧૦૮ મારફતે સારવાર માટે ક્રાઇસ્ટ હોસ્પિટલે ખસેડાયા બાદ ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક તુલસનભાઇ સિકયુરીટી એજેન્સી ચલાવતા હતા પત્ની સ્ટર્લીંગ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે તેને સંતાનમાં બે પુત્ર છે. આ બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. રાહુલભાઇ વ્યાસ અને કૃષ્ણસિંહએ કાર્યવાહી કરી પી.એસ.આઇ. એચ. વી. સોમૈયાએ તપાસ હાથ ધરી છે.

(3:29 pm IST)