Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

જુગાર રમવા બેઠેલા ત્રણ, માસ્ક વગર બેઠેલા બે અને દુકાન ખુલ્લી રાખનાર બે સહિત ૪૯ ઝપટે ચડ્યા

રાજકોટ,તા.૨૭: કોરોના મહામારીમાં લોકડાઉન-૪માં છુટછાટો અપાઇ છે. પરંતુ અમુક નિયમોનું પણ પાલન કરવાનું છે. આમ છતાં લોકો નિયમો ભુલી જાય છે. પોલીસ જુદા-જુદા કારણોસર લોકડાઉન ભંગના ૩૭ ગુના નોંધી ૪૯ લોકોની ધરપકડ કરી હતી.

એ ડીવીઝન પોલીસે ત્રીકોણબાગ પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળેલા અમર પ્રદીપભાઇ અજમેરી, કલ્પેશ ગીરીશભાઇ કારીયા, તથા કર્ફયુ ભંગ કરનાર રવસ ચંદુભાઇ હડીયોલ, રામનાથ પરા જુની જેલ સામેથી એકઠા થયેલા સલીમ મહંમદભાઇ શીશાંગીયા, અશરફ ઉર્ફે વર્ધી અબ્દુલભાઇ મોદી, હુશેન સીકંદરભાઇ મકરાણી, મહિલા કોલેજ અંડર બ્રીજ પાસેથી સંજય વિજયભાઇ સીપરીયા, કમલેશ રાજુભાઇ ચૌહાણ તથા બી ડીવીઝન પોલીસે કુવાડવા રોડ પર ડીમાર્ટ પાછળ ગુરૂદેવ પાર્ક પાસે અક્ષિત વિનોદભાઇ ચભાડીયાને પકડતા પોલીસ સામે ગેર વર્તન કરતા તેની ધરપકડ કરી હતી. તથા મોરબી રોડ જકાતનાકા પાસેથી લગધીર દેવજીભાઇ સોલંકી, તથા થોરાળા પોલીસે કર્ફયુ ભંગ કરનારા શની સુરેશભાઇ દાદુકીયા, સુખા નરશીભાઇ વ્યાસ તથા કુવાડવા રોડ પોલીસે માલીયાસણ પાસેથી દિનેશ નાથાભાઇ બુસા, ખીમા પોલાભાઇ ધાંધલ, દિવ્યેશ સુરેશભાઇ અજાણી, ધવલ રાજેશભાઇ અજાણી, રમેશ ભીમજીભાઇ ડાભી, પંકજ રમેશભાઇ જેસાણી, કિશન જયંતીભાઇ લાંબા, અશોક જગાભાઇ ઉતેરીયા, હિતેષ સામતભાઇ ધોરીયા, જયપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ નીર્મળસિંહ ઝાલા, જયંતી પાંચાભાઇ ડાભી, યાસીન જુસબભાઇ ઝાલા, તથા સાત હનુમાન ચેક પોસ્ઠ પાસેથી દિલીપ હરજીભાઇ હિરપરા તથા આજીડેમ પોલીસે માંડા ડુંગર હરસિધ્ધી સોસાયટી પાસેથી વીપુલ ધીરૂભાઇ બાવળીયા, વિશાલ જેન્તીભાઇ ડાભી, હસમુખ મગનભાઇ જાદવ, વિજય કમશીભાઇ ગોહીલ તથા માલવીયાનગર પોલીસે માવડી રોડ આનંદ બંગલા ચોક પાસેથી મીત જયંતીભાઇ ભાલોડીયા, દેવ અશોકભાઇ મકવાણા, મવડી રોડ પરથી હીમાલય રઘુભાઇ વિરડીયા, કે.કે.વી ચોક પાસેથી મીત કીરીટભાઇ રાઠોડ, માનબહાદુર દેવબહાદુર ખત્રી, કોટેચા ચોક પાસેથી અજય જયંતીભાઇ રાઠોડ, સંદીપ દીનેશભાઇ ડાભી, નાના મવા રોડ લક્ષ્મીનગર શાક માર્કેટ પાસેથી જુગાર રમતા મહીપત વલકુ બસીયા શ્રીકાંત ઉર્ફેસી નરેન્દ્રભાઇ વ્યાસ અને કિરણબેન મહેન્દ્રભાઇ બકોરીને પકડી લીધા હતા અને સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવતા લોકડાઉન ભંગની કાર્યવાહી કરી હતી. તથા ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસેથી બીલાલ અલારખાભાઇ લાખા, બજરંગવાડી ચોકી પાસેથી હબીબ વલીભાઇ ચૌહાણ, શિતલ પાર્ક મેઇન રોડ મોચીનગર-૬ શેરી નં.૪નાં ખૂણે પેસીફીક આઇસ્ક્રીમ એન્ડ જનરલ સ્ટોર સાંજે ખુલ્લો રાખનાર પ્રકાશ જાદવભાઇ લીંબાસીયા, હનુમાન મઢી પાસેથી દુકાન ખુલ્લી રાખનાર હરસુખ નરશીભાઇ નિર્મળ, તથા તાલુકા પોલીસે પુનીતનગરના ટાંકા પાસેથી રમીઝ હનીફભાઇ નકાણી અને એ.જી. ચોક શ્રી આશાપુરા ટી સ્ટોલ એન્ડ રેસ્ટોરન્ટ પાસેથી એકત્ર થયેલા શામજી અરજણ શિયાળ, શ્યામ હકાભાઇ ગમારા, હીરા રાજાભાઇ વરૂ અને રૂષીત અમુભાઇ ચાવડાની ધરપકડ કરી હતી.

(3:29 pm IST)