Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

પુરવઠાનો પરિપત્ર : ગુજરાતમાં નિરાધાર-ઘરવિહોણા-સંકટગ્રસ્ત ૩૩ લાખ લોકોને મે-જુનમાં વિનામૂલ્યે ઘઉં-ચોખા-ચણા અપાશે

મામલતદારોને જવાબદારી : આ ફૂડ બાસ્કેટ વિતરણમાં કલેકટરોને સંસ્થાઓની મદદ લેવા અપીલ

રાજકોટ, તા. ર૭ :  કોરોના વાયરસની વ્યાપક અસર અંતર્ગત ગુજરાત રાજય સહિત સમગ્ર દેશમાં તા. રપ-૦૩-ર૦ર૦ થી લોકડાઉન અમલીકરણ કરાયેલ છે. સરકારશ્રીના સંદર્ભમાં રાજયમાં અન્ન બ્રહ્મ યોજના અમલી છે. રાજયમાં અન્ન બ્રહ્મ યોજનાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ  માટે 'અન્ન બ્રહ્મ- આત્મ નિર્ભર ભારત' યોજના મે તથા જુન મહિના માટે અમલમાં મૂકવામાં આવેલ છે.

રાજયમાં મે-ર૦ર૦ની સ્થિતિએ ૬પ.૪ર લાખ એનએફએસએ રેશનકાર્ડ ધારકોની ૩ કરોડ ર૦ લાખ જનસંખ્યા તથા અન્ન અને ના.પુ. વિભાગના તા. ૩-૪-ર૦ર૦ના ઠરાવથી ઉમેરાયેલ ૩.પ૮ લાખ નોન-એનએફએસએ રેશનકાર્ડ ધારકોની ૨૪.૮ર લાખ જનસંખ્યા મળી કુલ ૬૮.૮૦ લાખ, રેશન ધારકોની ૩ કરોડ ૩પ લાખ જનસંખ્યા થાય છે. આ ૬૮.૮૦ લાખ કાર્ડધારકોના ૧૦% લેખે અંદાજીત ૩૩ લાખ જનસંખ્યાને અન્ન બ્રહ્મ -આત્મ નિર્ભર ભારત યોજનાના અંતર્ગત લાભાર્થી કુટુંબો તથા વ્યકિતગત લાભાર્થીઓના લક્ષ્યાંક તરીકે ગણવામાં આવેલ છે.

આ યોજનામાં લાભાર્થી તરીકે એનએફએસએ કે નોન-એનએફએસએ કેટેગરી પૈકી કોઇપણ પ્રકારનું રેશનકાર્ડ ધરાવતા ન હોય તેવા લોકો જ પાત્રતા ધરાવતા ગણવાના રહેશે. જેમાં નિરાધાર, ઘર વિહોણા, જરૂરીયાતમંદ, સંકટગ્રસ્ત-ફસાયેલ સહિત વિવિધ કેટેગરીના લાભાર્થીઓનો સમાવેશ થાય છે. રાજયના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગ કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ બાંધકામ મજૂરો માટે રાજય સરકારના તા. ૧૮-૪-નો ઠરાવ પણ અમલમાં લેવાયો છે.

અન્ન બ્રહ્મ-આત્મ નિર્ભર ભારત યોજના હેઠળ મે ર૦ર૦ તથા જુન-ર૦ર૦ માસ માટે લાભાર્થીઓને ઘઉં પ્રતિ વ્યકિતરૂ. પ૦૦ કિ.ગ્રા, ચોખા પ્રતિ વ્યકિત ૧.પ૦૦ કિ.ગ્રા., ચણા પ્રતિ કુટુંબ ૧ કિ.ગ્રા. આપવાના થાય છે.  ફુડ બાસ્કેટ જાહેર કરાયું છે. 

અન્નબ્રહ્મ- આત્મ નિર્ભર ભારત યોજના માટે લાભાર્થીઓના રજીસ્ટ્રેશનની કામગીરી મામલતદાર સ્તરેથી જથ્થાની ફાળવણી અને ઉપાડની પધ્ધતિ તથા લાભાર્થીઓને વિતરણની પ્રક્રિયાની પરિશિષ્ટ-૧માં જવાબદારી ફિકસ કરાઇ છે.

અન્ન બ્રહ્મ-આત્મ નિર્ભર ભારત યોજના અંતર્ગત કરવામાં આવતા વિતરણની વિગતો ભારત સરકારના અન્ન વિતરણ પોર્ટલ પર નોંધવામાં આવે છે. જે મુજબનો જથ્થો જ રાજય સરકારને મળવા પાત્ર હોય આથી અન્ન બ્રહ્મ-આત્મ નિર્ભર ભારત યોજનામાં ઓફ લાઇન પધ્ધતિથી વિતરણ કરવાનું રહેતુ નથી. વધુમાં આ યોજના હેઠળ લાભાર્થીઓની ઓળખ, રજીસ્ટ્રેશન તથા ફૂડ બાસ્કેટ વિતરણ પ્રક્રિયામાં ફકત મદદરૂપ થવા માટે જીલ્લા કલેકટરોેને પ્રતિષ્ઠીત સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ લઇ શકાશે.

(3:26 pm IST)