Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

શ્રમિકોની વતનવાપસી કરો : તો જ ઉદ્યોગો ધમધમશે

દરેક રાજયના પરિવહન નિયમો એક સમાન બનાવવા જરૂરી : રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનનું આંખ ઉઘાડનારૂ સુચન

રાજકોટ તા. ૨૭ : કોરોનાના કારણે દેશમાં માર્ચથી મે સુધી લોકડાઉન જાહેર થતા મોટાભાગના વેપાર ઉદ્યોગ બંધ થઇ ગયા. શ્રમિકો વતન ચાલ્યા ગયા. પરંતુ હવે ધીરે ધીરે રાજકોટ જેવા શહેરોમાં પરિસ્થિતિ તાબે પડી રહી હોય વેપાર ઉદ્યોગોને રાબેતા મુજબ કરવા પરપ્રાંતિય કામદારોને વતનથી પરત લાવવાની વ્યવસ્થા થવી જોઇએ. તેમ રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશ વાસાણીએ એક યાદીમાં જણાવેલ છે.

મોટાભાગના ઉદ્યોગોમાં પરપ્રાંતિય કામદારોથી કામ લેવામાં આવે છે. પરંતુ હાલ ૪૦% કામદારોની ગેરહાજરી છે. વળી રાજયની પરિવહન નિયમો અલગ અલગ હોવાથી તૈયાર માલ અને કાચો માલ મેળવવાની ચેનલ પણ તુટી ગઇ છે.    જેથી દરેક રાજયમાં પરિવહન કાયદા એક સમાન કરવા જરૂરી છે.રાજકોટ એમ.એસ.એમ.ઇ. હબ ગણાયછે. એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રને સરકાર દ્વારા ૪૫ દિવસની મુદતમાં કોર્પોરેટ કંપનીઓએ પેમેન્ટ કરી આપવાનો કાયદો કરેલ છે. તેનો હાલમાં કોઇ મોટી કંપનીઓ દ્વારા પાલન કરાતુ નથી. નાના એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગો ખુબ આર્થીક તંગી અનુભવી રહ્યાનું એન્જી. એસો.ના પ્રમુખ પરેશ વાસાણીએ જણાવેલ છે.

(3:24 pm IST)