Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

સરકારે જાહેર કરેલા એમએસએમઈ માટેના પેકેજમાં અનેક અસ્પષ્ટતા-ગુંચવળો અને વિસંગતતાઃ ફેરવિચારણા કરવા માંગ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે સરકાર સમક્ષ ઉઠાવી કેટલીક માંગણીઓઃ ન્યાયી અને સુસંગત પેકેજ જાહેર કરવુ જરૂરી

રાજકોટ, તા. ૨૭ :. કોરોના મહામારીના વિકરાળ જડબામાં જકડાયેલ સમગ્રના ઔદ્યોગિક વાણિજ્ય જગતને રાહત તથા સહાય પુરા પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦ લાખ કરોડની રાહત જારી કરવામાં આવેલ જે પેટે ૩ લાખ કરોડનું એમએસએમઈને છુટછાટ આપવામાં આવેલ તે બાબતે કેટલીક અસ્પષ્ટતા, અસમંજસતા તથા વિસંગતતા જણાતા નીચેની વિગતે રજૂઆતો કરેલ છે.

(૧) તમામ પ્રવર્તમાન કર, વેરા, ડયુટી જેવા કે ઈન્કમટેક્ષ, જીએસટી વગેરેની ચૂકવણીમાંથી ૩ વર્ષ માટેનું સ્પેશીયલ પેકેજ આપવા માટેની માંગણી ધ્યાને લેવાયેલ નથી. (૨) વર્કીંગ કેપિટલના વ્યાજ લોકડાઉન સમય મર્યાદા પુરતી સબસીડી આપવાની માંગણી પણ સ્વીકારાયેલ નથી. (૩) વર્કીંગ કેપિટલ પેટે લેવાયેલ લોનના વ્યાજની સ્થગિતતા તથા માસિક હપ્તાની ચૂકવણી મોકુફ રાખવા બાબત સ્પષ્ટતા હોવી જરૂરી છે. (૪) ઔદ્યોગિક એકમોએ લોકડાઉનના સમયગાળા દરમિયાન ચુકવેલ પગાર વગેરે ભરપાઈ કરવાની રજૂઆત ધ્યાને લેવાયેલ નથી. (૫) તમામ ઔદ્યોગિક એકમોને પ્રોવિડન્ટ ફંડ, ઈ.એસ.આઈ. બોનસ તથા અન્ય સંવિધાનિક કર, ડયુટી વગેરેની ચુકવણીમાંથી ૬ માસ માટે મુકિત આપવાની રજૂઆત કરેલ જે ધ્યાને લીધેલ નથી. (૬) નિશ્ચિત આવશ્યક ચુકવણા જેવા કે વ્યાજ, હપ્તાની રકમ, વાર્ષિક લઘુતમ ચાર્જ પેટે ખાસ રાહત જારી કરવા કરાયેલ રજૂઆતો પણ સ્વિકારાયેલ નથી. (૭) તમામ એકમોને પ્રવર્તમાન લોન સુવિધાની વધારાની ૫૦ ટકા રકમ કોઈપણ આધાર કે પુરાવા વગર પુરી પાડવા બેન્કોને જરૂરી સૂચના પાઠવવાની આ ચેમ્બર દ્વારા કરાયેલ વિનંતી સ્વીકારવામાં આવેલ નથી. (૮) એપ્રિલ, મે અને જૂન ૨૦૨૦ દરમિયાન મળવાપાત્ર લેટર ઓફ ક્રેડીટની સમય મર્યાદા આપમેળે વધારી આપવાની રજૂઆત ધ્યાને લેવાયેલ નથી.  સબબ રાજકોટ ચેમ્બર દ્વારા નાણામંત્રીશ્રીને યોગ્ય તથા પરિપકવ ફેરવિચારણા કરવા તથા એમએસએમઈને બુસ્ટ આપવા માટે અતિ ન્યાયી અને સુસંગત માંગણીઓના હકારાત્મક નિવારણ અર્થે સ્પષ્ટ અને સચોટ રજૂઆત કરવામાં આવેલ છે તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.(

(1:09 pm IST)