Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

મુંબઇ થી રાજકોટ આવેલ સંઘાણી દંપતીનો રિપોર્ટ પોઝીટીવ

રાજકોટ : મુંબઇના માટુંગાથી રાજકોટ આવેલ દિલીપભાઇ સંઘાણી ઉ.વ.૬૯ અને વાસંતીબેન સંઘાણી ઉ.વ.૬૬ ને  ફર્ન હોટલ ખાતે કોરોન્ટાઇન થયેલ હતા. બપોરે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના પરિક્ષણ બાદ તેઓને  કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થયુ હતું. કોરોના પોઝીટીવ આવતા સંઘાણી દંપતીને ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.  આ બંન્ને પોઝીટીવ કેસ અન્ય જીલ્લામાં નોંધાયો છે તેમ આરોગ્ય તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

(11:26 am IST)