Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

કાલથી રાજકોટ-મુંબઇ વચ્ચે સ્પાઇસ જેટ દ્વારા ફલાઇટ શરૂ : કડક નિયમોઃ ભાડું ૩૭૦૦ આસપાસ

વેબ ચેકીંગ-માસ્ક-મેડીકલ-સેનેટાઇઝ ફરજીયાતઃ ૧૦-૧૦ મૂસાફરોના બેચમાં જ પ્લેનમાં એન્ટ્રી

રાજકોટ તા.ર૭ : રાજકોટએ સમગ્ર સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર રહ્યું છે. ત્યારે અહીથી મુંબઇ અને દિલ્હીની વિમાની સેવાને ભરચક્ક ટ્રાફિક મળતો હોય છે. પરંતુ આ વખતે છેલ્લા ૬૬ દિવસથી ઉડ્ડયન સેવા લોકડાઉનને લીધે સંપૂર્ણ બંધ છે. ડોમેસ્ટીક વિમાની સેવા શરૂ કરવા માટે રાજકોટ ચેમ્બર સહિત અન્ય વેપારી સંગઠનોની રજુઆત બાદ એરઇન્ડિયાની વિમાની સેવા કયારથી શરૂ થશે તે ગઇકાલ સૂધી નક્કી નહોતું એરઇન્ડિયાની રાજકોટથી ઉપડતી ફલાઇટના બુકીંગ પણ શરૂ થયા નથી. જયારે અમદાવાદ બોમ્બે, મુંબઇથી વડોદરા વિગેરે જવા માટેની ટીકીટ અહીથી મળી શકે છે. પરંતુ આ બધા વચ્ચે કાલથી સવારે ૮ વાગ્યાથી રાજકોટથી મુંબઇની સ્પાઇસ જેટની પ્રથમ ફલાઇટ શરૂ થશે.

આ ફલાઇટ સવારે ૮ વાગ્યે મુંબઇથી આવી ૮ાા વાગ્યે રાજકોટથી રવાના થશે, મુંબઇ-રાજકોટ વચ્ચે ભાડુ મુંબઇથી ૩૭૦૦ તો રાજકોટથી ૩૬૦૦ રખાયું છે.

દરમિયાન સ્પાઇસ જેટના રાજકોટના અધિકારીઓના સૂત્રોના ઉમિર્યા પ્રમાણે અને એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ મૂસાફરો માટે કોરોના સંદર્ભે આકરા ચેકીંગ નિયમો રખાયા છે.

મૂસાફરોના જુતા-સામાન સેનેટાઇઝ થશે સીવીલ હોસ્પીટલના ડોકટરોની ટીમ મેડીકલ ચેકઅપ કરશે, ટેમ્પરેચર આવશે તો ફલાઇટમાં પ્રવેશ નહી અપાય, મૂસાફરોનું વેબ ચેકીંગ ફરજીયાત બનાવાયું છે, એન્ટ્રી સમયે દરેક પ્રવાસીએ પોતાનું આઇડી કાર્ડ ફરજીયાત દેખાડવાનું રહેશે. ચેક કરનાર અને મૂસાફર વચ્ચે મોટો કાચ ગોઠવી દેવાયો છે. પ્લેનમાં ૧૦-૧૦ મૂસાફરોને પ્રવેશ અપાશે, અને પ્લેનમાં પણ ત્રણ સીટની બેઠકમાં વચ્ચે જગ્યા ખાલી રાખી બે મૂસાફરો જ બેસાડાશે.(૬.૧૨)

(3:38 pm IST)