Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ પકડ્યો

રાજકોટઃ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ ચંદ્રવાડીયાની રાહબરીમાં પીએસઆઇ બી. જે. કડછા અને ટીમે રૈયાધાર આરએમસી કવાર્ટર એલ-૨માં દરોડો પાડી રૂ. ૬૬૦૦નો ૨૨ બોટલ દારૂ કબ્જે કર્યો હતો. અહિ રહેતો સચીન રમેશભાઇ ચાવડા હાજર ન હોઇ તેની સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરાઇ છે.

જ્યારે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ હેડકોન્સ. રાજેશભાઇ બાળા , રઘુભા વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતાં ૧૫૦ રીંગ રોડ વિશ્વકર્મા સોસાયટી મેઇન રોડ ગોૈશાળા પાસે રહેતાં મહાવીરસિંહ ઉર્ફ માવલો જયુભા વાળાના મકાનમાં દરોડો પાડી રૂ. ૨૭૦૦નો નવ બોટલ દારૂ તથા ૯૨૦ રોકડા કબ્જે લીધા હતાં. માવલો હાજર મળ્યો નહોતો. થોડા દિવસ પહેલા પણ આ શખ્સને ક્રાઇમ બ્રાંચે દારૂ સાથે પકડ્યો હતો.

(10:41 am IST)