Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ફોર્ડની નવીકાર 'ફોર્ડ ફ્રી સ્ટાઈલ'નું લોન્ચીંગ

સીયુવી કારમાં કુલ, કેપેબલ અને કનેકટેડ ફીચર્સ, છ એરબેગઃ ફોર્ડના શોરૂમવાળા સિધ્ધિવિનાયક અને જય ગણેશના ઓનરના હસ્તે લોન્ચીંગ

રાજકો, તા.૨૭ : સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વર્લ્ડ ફેમસ કાર કંપની ફોર્ડ ઈન્ડિયા પ્રા.લી. દ્વારા નવી ફોર્ડ ફ્રી સ્ટાઈલ (સીયુવી - કોમ્પેકેટ યુટીલીટી વ્હીકલ) કારનું રાજકોટમાં સિદ્વિવિનાયક ફોર્ડનાં એમ.ડી.શ્રી અશોકભાઈ પટેલ તથા જય ગણેશ ફોર્ડના એમ.ડી.શ્રી રજુભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ૧૮ વર્ષથી ઓટોમોબાઈલ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા  જય ગણેશ ગ્રુપના ટુ વ્હીલરનાં શો-રૂમ આવેલા છે, ગોંડલ રોડ પર સિદ્ધિવિનાયક ફોર્ડ અને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર જય ગણેશ ફોર્ડના શો- રૂમ ખાતે નવી લોન્ચ થયેલ ફ્રી સ્ટાઈલ કારનો ડેમોસ્ટ્રેશન તેમજ ટેસ્ટ ડ્રાઈવ ઉપ્લબ્ધ રહેશે. આ સીયુવી કારની મુખ્ય ખાસીયત સી-૩ ઉપ્લબ્ધ છે. એટલે કુલ, કેપેબલ અને કનેકટેડ ફીચર્સ આપેલ છે. આ ઉપરાંત આ ન્યુ કારમાં ઈએસપી, ટીસીએસ, એચએલએ અને ૬- એરબેગ જેવી વિવિધ સુવિધાઓ ઉપ્લબ્ધ છે.

 આ કારની વિશેષતાઓ આ મુજબ છે ઇલેકટ્રોનીક સ્ટેબીલીટી કંટ્રોલ સાથે કામ કરે છે. અને એન્જીન ટોર્ક ઘટાડવા માટે સંબધીત વ્હીલ્સને બ્રેક આપે છે અને કોઇપણ સંભવિત રોલઓવર સ્થિતઓને રોકે છે ફ્રિ સ્ટાઇલ તમામ ડ્રાઇવીંગ સ્થિતિઓમાં સ્પોર્ટીયર પર્ફોમન્સ આપે છે અને અનોખી રીતે ટયુન્ડ સસ્પેન્શન વધુ પહોળા ટ્રેક, ટીસીએસ, એબીએસ વિથ ઇબીડી, સેગમેન્ટમાં પ્રથમ હિલ આસિસ્ટ અને અનોખા ઇપીએએસ સાથે જેવી વિશેષતાઓ તે ધરાવે છે. ફ્રિ સ્ટાઇલ ફોર્ડના સુરક્ષાના ક્ષેત્રે નેતૃત્વને જાળવી રાખશે, જેમા તે સ્ટાન્ડર્ડ ડયુઅલ એરબેગ્સ તમામ વેરીએન્ટ  લાઇનઅપમાં આપે છે. જેઓ સૌથી વધુ સુરક્ષા ઇચ્છે છે. તેમના માટે ફ્રિ સ્ટાઇલ છ એરબેગ્સ સુધીની  વ્યવસ્થા ટોચના ટાઇટેનિયમ પ્લસ ટ્રીમ પર આપે છે. કુલ અને કોમ્પેકટ નવીનતમ ફોર્ડ આધુનિક, આક્રમક, આવકાર આપતી અને એકશન માટે તૈયાર જણાય છે. જે ઓફ રોડ ઓન રોડ બંને સ્થિતિમાં જોવા મળે છે.

 સ્ટ્રાઇકીંગ લુક અને કમાન્ડિંગ  સ્ટાન્સ સાથે ફોર્ડ ફ્રિસ્ટાઇલમાં એવા ડિઝાઇન   એલિમેન્ટસનો     ઉપયોગ થયો છે જે વધુ મોંઘી મિનિ એસયુવીમાં સામાન્ય રીતે જોવા મળતા હોય છે. અનોખી ફ્રિ સ્ટાઇલ ગ્રિલ થી ડ્રાઇમેન્શન મેશ સાથે કારને સ્પોર્ટિયર લુક મળે છે. આગળના બમ્પરમાં સ્કલ્પ્ટેડ સેકશન્સ છે કે જે આત્માવિશ્વાસની લાગણી પ્રેરે છે. અને તેના એસયુવી જેવા લુક અને મજબુતીમાં વધારો કરે છે સ્કીડ પ્લેટ્સ કે જે ફન્ટ અને રિયર સાઇટ આવેલી છે જેનાથી કાર એક પરફેકટ કમ્પેનિટ બને છે  પછી ભલે તે ઓન રોડ કે ઓફ રોડ હોય. ફ્રી સ્ટાઈલ તેનું બેસ્ટ ઈન કલાસ ગ્રાઉન્ડ કિલયરન્સ ૧૯૦એમએમ ધરાવે છે જે ગમે તેવી સરફેસને પડકાર ફેંકી શકે છે અને તેમાં ૧૫ ઈંચ પહોલા ટાયર્સ એગ્રેસિવ બ્લેક અલોય સાથે ઉપલબ્ધ છે.

તસ્વીરમાં કારનું લોન્ચીંગ કરતાં સર્વેશ્રી અશોકભાઈ પટેલ (સિધ્ધિ વિનાયક ફોર્ડ- એમ.ડી), રજુભાઈ પટેલ (જયગણેશ ફોર્ડ- એમ.ડી.), કનુભાઈ વિરાણી (ઉદ્યોગપતિ) અને સંદીપભાઈ (મેનેજર, જય ગણેશ ફોર્ડ) નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૮)

(4:45 pm IST)