Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

માઈલસ્ટોન મેલોડીઝ : જૂના - નવા ગીતોનો રસથાળ

સપ્તસૂર ગ્રુપના સંગાથે ૧૨મી મેના કાર્યક્રમઃ ગાયકો - પ્રવિણકુમાર પરમાર, અશ્વિની મહેતા, આસિત સોનપાલઃ મ્યુઝીક એરેન્જર તુષાર ગોસાઈ : ઉદ્દઘોષક - મિનલ સોનપાલ

રાજકોટ, તા. ૨૭ : રાજકોટની સંગીતપ્રેમી જનતા માટે અવનવા મ્યુઝીકના કાર્યક્રમો, ચેરીટી શો તેમજ નવા ઉભરતા કલાકારોને સ્ટેજ પૂરૂ પાડ્યુ છે. સપ્તસૂર ગ્રુપ ઘણા વર્ષોથી સંગીતના કાર્યક્રમો આપી રહ્યા છે. આગામી તા.૧૨ મેના શનિવારના રોજ હેમુગઢવી હોલ ખાતે સંગીતપ્રેમી જનતા માટે જૂના - નવા સુપરહીટ ગીતો ''માઈલ સ્ટોન મેલોડીઝ'' શિર્ષક હેઠળ રસથાળ પીરસવા જઈ રહ્યા છે.

રાજકોટના નામાંકિત એડવોકેટ નોટરી શ્રી આસીત સોનપાલ સંગીતપ્રેમી છે. સંગીત ક્ષેત્રે ઉંડી સમજ ધરાવનાર શ્રી આસીત સોનપાલ ગાયકની સાથે ઓર્ગન, ફલ્યુટ, માઉથ ઓર્ગન ગીટાર જેવા ઈન્સ્ટ્રુમેન્ટ પણ વગાડે છે. વ્યવસાયે એડવોકેટ નોટરી હોવા ઉપરાંત સંગીતક્ષેત્રે પોતાનો પોતાનો સમય અર્પણ કરે છે. આ કાર્યક્રમમાં કિશોરકુમારની સાથે નીતીશ મુકેશ તથા સુરેશ વાડકરજીના ગીતોની રજૂઆત કરશે.

તેમની સાથે આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરનાર જામનગરના પ્રવિણકુમાર પરમાર રફીજીના ગીતો હેમુગઢવી હોલમાં ગુંજવશે.

રાજકોટની કલાકારા જેમણે દેશ-વિદેશમાં કલા પીરસી છે. ગૌરવ સમા શ્રીમતી અશ્વિની મહેતા સુપરહીટ ગીતો રજૂ કરીને લોકોને ડોલાવશે.

ફિલ્મી ગીતોમાં મુખ્ય ગાયકની સાથે ઘણા ગીતોમાં કોરસનું મહત્વપૂર્ણ પાસુ હોય છે. આ કાર્યક્રમમાં રાજકોટના દર્શિતભાઈ કાનાબાર અને તેમની ટીમ કોરસના કામણથી ગીતોને મઢશે.

ખ્યાતનામ મ્યુઝીક એરેન્જર તુષાર ગોસાઈ, સંગીતક્ષેત્રે ખૂબ સારી નામના ધરાવે છે. તેઓ મ્યુઝીક એરેન્જ કરશે. તેમની સાથે તબલા નવાઝ દિલીપ ત્રિવેદી (કાકા), મિતુલ ગોસાઈ (ઓકટોપેડ), હિતેશ મહેતા (લીડગીટાર), સચિન શર્મા (બેઈઝ ગીટાર), જુલીયસ (કોગો), ભરત ગોહેલ (ઢોલક), રાજેશ ત્રિવેદી (ડ્રમ), પ્રકાશ વગાડીયા (સાઈડ રીધમ) તમામ ગીતો સંગીતબદ્ધ કરશે.

આ સંગીતના ભવ્ય કાર્યક્રમમાં ગાયકો, સંગીતકાર, ગીતકાર તેમજ શાયરીઓનું સમાયોજન કરી મંચ સંચાલન એડવોકેટ શ્રીમતી મીનલ સોનપાલ કરશે.

આ કાર્યક્રમને માણવા સંપર્ક ઓફીસ-૧૦૨, આદિત્ય સેન્ટર, ફુલછાબ ચોક ખાતે સાંજે ૬ થી ૮ દરમિયાન કરવો (મો.૯૮૨૫૬ ૨૪૧૭૪, ૯૯૭૯૦ ૩૫૮૬૮)(૩૭.૧૦)

(4:30 pm IST)