Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પેટ્રોલ -ડીઝલના અસહય ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસની સાયકલ રેલી -સુત્રોચ્ચાર

 રાજકોટઃ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છેત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ ભાવ વધારાના વિરોધમાં રાજકોટમાં સાયકલ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. કોંગી કાર્યકરોએ ત્રિકોણબાગથી રેલી શરૂ  ફરી સિવિલ હોસ્પીટલ ચોક ખાતે પુર્ણ કરી હતી. વડોદરામાં પણ આ પ્રકારની સાયકલ રેલી કાઢી વિરોધ વ્યકત કરાયો હતો. તો સુરતમાં કોંગી કાર્યકરો માર્ગો ઉપર ઉતરી  આવ્યા હતા અને સુત્રોચ્ચારો કર્યા હતા. તસ્વીરમાં રાજકોટમાં સાયકલ રેલીમાં સુત્રોચ્ચાર કરતા કોંગી કાર્યકરો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:22 pm IST)