Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પીડીયુ સીવીલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવો

સેવાના નામે મેવા ખાવાની વૃત્તિઓ ધરાવતાઓને બહાર ખદેડો : કાઉન્સેલર જયંત ઠાકરની રજુઆત

રાજકોટ તા. ૨૭ : પીડીયુ સીવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજના કાઉન્સેલર જયંત ઠાકરે સીવીલ અધિક્ષક ડો. મનીષભાઇ મહેતાને પત્ર પાઠવી દદીઓ અને મેડીકલ સ્ટાફની સુરક્ષા માટેની વ્યવસ્થા સઘન બનાવવા રજુઆત કરી છ.

આ હોસ્પિટલમાં ગામો ગામથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં લોકોની અવર જવાર રહે છે. ત્યારે કેટલાક તકવાદીઓ માત્રે સેવાના નામે વહીવટ કરી લાભ લઇ જતા હોવાનું ચર્ચાય છે. આવા તત્વો હોસ્પિટલ સ્ટાફ સામે રોફ જમવવા સતત પ્રવૃત્ત રહે છે. દર્દીઓની ખરા અર્થમાં સેવા કરવાના બદલે મેવો ખાવાની વૃત્તિ ધરાવતા અવા તત્વોને સબક શીખવાડી હોસ્પિટલ કમ્પાઉન્ડ બહાર રાખવવાની કડક સુરક્ષા ગોઠવવા પત્રમાં રજુઆત કરાઇ છે.

સીવીલ અને જનાનામાં સુરક્ષા વ્યવસ્થા સજજડ બનાવવા સક્ષમ સીકયુરીટી ગાર્ડ મુકવા તેમજ ટ્રાફીક અને પાર્કીંગ વ્યવસ્થા મેઇન્ટેઇન કરવા પણ પત્રના અંતમાં જયંત ઠાકરે સુચન કરેલ છે.  (૧૬.૨)

(2:20 pm IST)