Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વિવેકાનંદનગરમાં ખીસ્‍સામાંથી પડી ગયેલા ૪ લાખના દાગીના પોલીસે માલીકને પહોંચાડયા

રાજકોટ : કોઠારીયા રોડ, વિવેકાનંદન શેરી નં.ર માં રહેતા લલીતભાઇ રાધનપુરા થોડા દિવસ પહેલા અમદાવાદ દિકરાના ઘરે ગયા હતા ત્‍યારે પત્‍નીના રૂા. ૪૦,૦૦૦ ની કિંમતના દાગીના ઉમેશભાઇ મનસુખભાઇ રાધનપુરાને સાચવવા માટે આપ્‍યા હતા બાદ લલિતભાઇ રાજકોટ પરત આવ્‍યા ત્‍યારે ઉમેશભાઇએ પોતાના દિકરા દેવને એક પેકેટમાં સોનાના દાગીના તેમના ઘરે પરત આપવા માટે મોકલેલો હતો. દરમિયાન પુત્ર દેવ કોઠારીયા રોડ વિવેકાનંદનગર શેરી નં.ર ના નાકા પાસે પહોંચતા તેના ખીસ્‍સા માટે દાગીના ભરેલ પેકેટ પડી ગયું હતું. પુત્ર દેવ ગભરાઇ ગયો હતો અને ઘરે આવી વાત કરતા ઉમેશભાઇ રાધનપુરાએ તાકિદ ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરતા પી.આઇ. જે.ડી. ઝાલા, પીએસઆઇ ડી.એ. ધાંધલ્‍યા, પીએસઆઇ આર.જે. કામળીયા સહિતના સ્‍ટાફે ગંભીરતા દાખવી સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં નજરે પડેલી એક મહિલાને શોધીને તેની પાસેથી દાગીના ભરેલ પેકેટ મુળ માલીકને સોંપ્‍યુ હતું. 

(4:20 pm IST)