Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોઠારીયા કોલોનીમાં બંધુક દેખાડી ધમકી આપવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૨૭: કોઠારીયા કોલોનીમાં યુવાનને બંદુક દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં કોર્ટે આરોપીને જામીન પર છોડવાનો હૂકમ કર્યો હતો.

આ કામની વિગત એવી છે, કે કોઠારીયા કોલોનીમાં રહેતા મીલન સબાડ નામના યુવાને ઘરની સામે આવેલ સરકારી બગીચામાં દેકારો કરતા છોકરાઓને શાંત રહેવા ઠપકો આપતા એક છોકરાના માતા-પિતા આવી કેમ છોકરાને બગીચામાં રમવાની ના પાડે છે તેમ કહી બોલાચાલી કરેલ ત્‍યારબાદ આ છોકરાના પિતાએ પોતાના સગા સંબંધીઓને બોલાવતા આરોપી રણજીત ગોવુભા ખાચર તથા અન્‍ય આરોપીઓ આવેલા અને રણજીત ખાચરે મીલન સબાડના ઘરની સામે ઉભા રહી ખંભે બંદુક રાખી રાડો પાડી જાનથી મારી નાખવાની ધમકી આપેલ.

આ અંગેની ફરીયાદ ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં રણજીત ખાચર તથા અન્‍ય આરોપીઓ વિરૂધ્‍ધ અને આ અંગેનો વિડીયો પણ સોસીયલ મીડીયામાં વાયરલ થયેલ અને પોલીસે આરોથી રણજીત ગોવુભા ખાચરની ધરપકડ કરેલી અને રીમાન્‍ડની માગણી સાથે આરોપીને કોર્ટમાં રજુ કરેલ. આ કામમાં આરોપી રણજીત ગોવુભા ખાચર વતી એડવોકેટ તરીકે રઘુવીર આર.બસીયા રોકાયેલ હતા અને તેઓની રીમાન્‍ડ સંબધેની તેમજ જામીન સંબંધેની દલીલોને ગ્રાહય રાખી કોર્ટે રણજીત ગોવુભા ખાચરને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ આ કામમાં આરોપી વતી રઘુવીર આર બસીયા રોકાયેલા હતા.

 

(4:17 pm IST)