Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ભાવનગર રોડ વોર્ડ ઓફીસ પાસેથી એકટીવામાંથી દારૂની ર૪ બોટલ કબ્‍જે

થોરાળા પોલીસનો દરોડોઃ ધવલ પુજારા અને દીપાની શોધખોળ

રાજકોટ તા.ર૭ : શહેરના ભાવનગર રોડ પર આર.એમ.સી.ની વોર્ડ ઓફીસ પાસેથી થોરાળા પોલીસે એકટીવામાંથી દારૂની ર૪ બોટલ કબ્‍જે કરી હતી.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર બે શખ્‍સો દારૂના જથ્‍થા સાથે નીકળ્‍યા હોવાની થોરાળા પોલીસ મથકના કોન્‍સ રાજદીપસિંહ ચૌહાણને બાતમી મળતા પી.આઇ.જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.જી.એસ.ગઢવી, હેડ કોન્‍સ ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, કનુભાઇ ધેડ, રાજદીપસિંહ, મયુરસિંહ, ધમેન્‍દ્રસિંહ તથા રવીભાઇ સહિતે ભાવનગર રોડ પર એકટીવામાં ડબલ સવારી પસાર થતા ચાલકને રોકતા પોલીસને જોઇ ચાલકે એકટીવા ભગાવતા પોલીસે તેનો પીછો કરતા આર.એમ.સી.ની વોર્ડ ઓફીસ પાસે બંને શખ્‍સો એકટીવા રેઢુ મુકી નાશી ગયા બાદ પોલીસે તલાશી લેતા એકટીવામાંથી રૂા.૧ર૦૦૦ની કિંમતની દારૂની ર૪ બોટલ મળી આવતા કબ્‍જે કરી હતી, અને નાશી જનાર ધવલ પુજારા અને દિપો નામના શખ્‍સોની શોધખોળ હાથ ધરી છ.ે

(4:14 pm IST)