Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રંગ પર્વ હોળી-ધુળેટીએ પદાધિકારીઓની શુભેચ્છા સહ અપીલઃ'જાન હે તો જહાન હે'

હોળીનાં દર્શન વખતે સોશ્યલ ડીસ્ટન્શ, માસ્કનાં નિયમ પાળજોઃધુળેટી પર્વ સાદગીથી ઉજવવા અનુરોધ

રાજકોટ,તા.૨૭: ભારતીય સંસ્કૃતિમાં હોળી અને ધુળેટીના તહેવારોનું અનેરૂ મહત્વ છે. ભારત ઉપરાંત વિશ્વમાં જયાં જયાં ભારતીયો વસવાટ કરે છે ત્યાં ત્યાં આ તહેવારોની ભવ્ય ઉજવણી થાય છે. દેશના દરેક પ્રાંતમાં એની ઉજવણીની રીતભાત અલગ હોય છે. પરંતુ તેની પાછળની લોકોની ભાવના તો એકજ હોય છે કે પૂનમના દિવસે હોળીની અગ્નિમાં આસુરી તત્વોનો નાશ થાય છે. હોળી-ધુુળેટી નિમિતે સૌ નગરજનોને મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, અને દંડક સુરેન્દ્રસિંહ વાળા એ  શુભેચ્છા પાઠવી હતી. હાલમાં કોરોના સંક્રમિત ના કારણે કોરોના વધવા પામેલ છે જેથી હોળીના દિવસે હોલિકા દર્શન કરી તુરંત નીકળી જવું અને માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ સરકારશ્રીના ગાઈડલાઈનનું ખાસ પાલન કરવા પદાધિકારીશ્રીઓએ અપીલ કરી છે.

(2:53 pm IST)