Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પ્રમુખનગર પાસે પટમાં તીન પતિનો જુગાર રમતા ૪ ઝડપાયા

તાલુકા પોલીસનો દરોડો : મહિલાઓ સહિત ચારની ધરપકડ

રાજકોટ તા. ર૭ : દોઢસોફુટ રોડ પર આવેલા પ્રમુખનગર પાસે પટમાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સેને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પ્રમુખનગર શેરી નં. પ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની તાલુકા પોલીસ મથકના કોન્સ હરસુખભાઇ સબાડ અને હર્ષ રાજસિંહ જાડેજાને બાતમી મળતા પી.આઇ.જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.પી.આહીર, એ.એસ. આઇ. આર. બી.જાડેજા, હેડ કોન્સ મોહસીનખાન મલેક, હરસુખભાઇ, હર્ષરાજસિંહ તથા મીતાલીબેન તથા રૂપેશભાઇ સહિતે પ્રમુખનગર શેરીનં. પ પાસે ખુલ્લા પટમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પ્રમુખ નગર-પના દક્ષાબેન અર્જુનભાઇ રાઠોડ, રાધે હોટલ પાછળ લાભદીપ-૧ના દક્ષાબેન હિતેષભાઇ દવે, સાંઇધામ-પના મંજુબેન વલ્લભભાઇ સરવૈયા, તથા સુખસાગર-૪ના સંદીપસિંહ પ્રભાતસિંહ ઝાલાને પકડી લઇ રૂ. પ૧૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(2:52 pm IST)