Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મારે ધંધા માટે પિયરેથી ત્રણ લાખ લઇ આવ કહી નિલાબેન પટવાને પતિનો ત્રાસ

રાજકોટ માવતર ધરાવતી મહિલાને અમદાવાદમાં ત્રાસ અપાયાની ફરિયાદ

રાજકોટ તા. ર૭:  શહેરના બેડીનાકા ટાવર નકલંક મંદિર પાસે માવતરના ઘરે રહેતી મહિલાને અમદાવાદમાં પતિ ધંધા માટે ત્રણ લાખ માવતરેથી લઇ આવવા ઝઘડો કરી કરીયાવર તથા છૂટાછેડા બાબતે ધમકી આપી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ બેડીનાકા પાસે નકલંક મંદિર પાસે માવતરના ઘરે રહેતા નિલાબેન જતીનભાઇ પટવા (ઉ.૪૦) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં અમદાવાદમાં રહેતા પતિ જતીન શશીકાંતભાઇ પટવાનુ નામ આપ્યું છે નિલાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના તેર વર્ષ પહેલા અમદાવાદમાંવસ્ત્રાપુરમાં ત્રીલોક-રો હાઉસમાં રહેતા જતીન શશીકાંતભાઇ પટવા સાથે થયા સંયુકત પરિવારમાં રહેતા હતા. અને શરૂઆતના એકાદ વર્ષ પોતાનો ઘરસંસાર સારી રીતે ચાલેલ બાદ પતિ જે કમાતા તેમાંથી કઇ પણ ઘર ખર્ચ  આપતા નહી અને તેઓ ઘરની કોઇપણ જવાબદારી નીભાવતા નહી અને પોતાના દિકરાના ભરણ પોષણનો ખર્ચ પણઆપતા નહી પોતે બીમાર ત્યારે સારવાર પણ કરાવતા નહી અનેનાની નાની બાબતમાં ઝઘડો કરી મારકુટ કરતા હતા અને 'મારે ધંધા માટે પૈસા જોઇએ છે તો તારા પિયરેથી ત્રણ લાખ લઇ આવ' તેમજ કરિયાવર બાબતે અવાર-નવાર માંગણી કરી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા અને અવાર-નવાર છૂટાછેડા આપવા માટેની ધમકી પણ આપતા હતા અને કારણ વગર ઝઘડો કરી અપશબ્દો બોલી મારમારીને ઘરેથી કાઢી મુકતા પોતે રાજકોટ માવતરના ઘરે આવી ગયા હતા બાદ વડીલો દ્વારા સમાધાન થઇ જતા પોતે પરત અમદાવાદ સાસરે આવ્યા હતા ત્યારબાદ સાસરિયાવાળા પતિને ચઢામણી કરતા જેથી બંને વચ્ચે ઝઘડા થતા હોઇ, જેથી પોતે માવતરે આવી ગયા હતા પોતે છેલ્લા છ વર્ષથી માવતરના ઘરેરહે છે. અને આ બાબતે પોતે મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી પરંતુ પોતાને પતિ સમાધાન કરવા કે તેડવા આવેલ ન હોઇ, તેથી પોતે ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ એસ.જી.ગોસાઇએ તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)