Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વહેલી સવારે રામપાર્કમાં હિરેન દારૂ પી સ્કોર્પિયોમાં છરી સાથે પકડાયો

યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી નશો ઉતાર્યો

રાજકોટ તા. ૨૭: યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાછળ ગુ.હા. બોર્ડ કવાર્ટર બ્લોક નં. ૭૨૭માં રહેતો હિરેન ભુપતભાઇ પરમાર (ઉ.વ.૩૦) દારૂ પીધેલી હાલતમાંસ્કોર્પિયો ગાડી હંકારીને પંચાયત ચોક પાસે રામપાર્ક મેઇન રોડ પર મહાદેવ મંદિર નજીક પહોંચતા પોલીસે તેને પકડી લીધો હતો.

એક શખ્સ દારૂ પી છરી લઇને આ સ્થળે આવ્યો હોવાની માહિતી મળતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં હેડકોન્સ. સાજીદભાઇ ખીરાણી, કોન્સ. એમ. એન. ડાંગર સહિતની ટીમે વહેલી સવારે પોણા ચારેક વાગ્યે તેને પકડી લીધો હતો. અગાઉ આ વિસ્તારમાં શિવરાત્રીના દિવસે હિરેનને કોઇ સાથે માથાકુટ થઇ હોઇ તે કારણે નશો કરી છરી સાથે આવ્યાનું બહાર આવ્યું હતું. પોલીસે કાર્યવાહી કરી નશો ઉતારી નાંખ્યો હતો.

(1:05 pm IST)