Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

નાગરિક બેંકની કલ્પતરૂ યોજનાને અનુસરતી રૂપાણી સરકારઃ મહિલા જૂથને ૧ લાખની લોનમાં વ્યાજ માફી

રાજકોટ તા. ર૭: ગુજરાત સરકારે બજેટ ર૦ર૦માં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે રૂ. ૧૯૩ કરોડની વિશેષ ફાળવણી કરાયેલી છે. હવેથી આ ધિરાણ લેનાર મહિલા જૂથ રૂ. ૧ લાખની બેંક લોનનું સંપુર્ણ વ્યાજ માફ કરાયેલું છે અને આ વ્યાજ રાજય સરકાર દ્વારા બેંકોને ચુકવાશે. જે રાજકોટ નાગરિક સહકારી બેંકની કલ્પતરૂ યોજનાનું આવકાર્ય અનુસરણ હોવાનું નાગરીક બેંકની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય થકી રાજયની લાખો મહિલાઓની સાથોસાથ તેમનાં પરિવારજનોને ખુશ કર્યા છે અને તેઓની આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિની નોંધ લઇ, બિરદાવી રાજય સરકારે પણ યોગદાન આપ્યું છે.

બેંક ધિરાણમાં વ્યાજમાં રાહત મળતા મહિલાઓ વધુને વધુ આર્થિક પ્રવૃતિ કરી શકશે અને તે યોગદાન સમગ્ર પરિવાર માટે ઉપયોગી બની રહેશે.

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની મહિલાઓને આર્થિક પગભર કરતી 'કલ્પતરૂ' મહિલા જૂથ ધિરાણ યોજનાને ગુજરાત સરકારે અપનાવી, આગળ વધારતા હવેથી મહિલા જૂથ ધિરાણ યોજના હેઠળ ગુજરાતની તમામ બેંકો ધિરાણ આપશે અને રૂ. ૧ લાખના ધિરાણનું સંપુર્ણ વ્યાજ માફ કરાયેલ છે. આ યોજના હેઠળ ગુજરાતની તમામ બેંકો ધિરાણ આપશે અને રૂ. ૧ લાખના ધિરાણનું સંપુર્ણ વ્યાજ માફ કરાયેલ છે. આ વ્યાજ સરકાર ભોગવી ડાયરેકટ બેંક ખાતામાં જમા આપશે. તેમ નાગીરક સહકારી બેંકની યાદીમાં જણાવાયું છે.

(3:55 pm IST)