Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

પ્રજાસત્તાક પર્વ દેશવાસીઓ માટે મહત્વપૂર્ણઃ પંચાયત ખાતે ભૂપત બોદરના હસ્તે ધ્વજવંદન

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે ડી.ડી.ઓ. દેવ ચૌધરીની હાજરીમાં પંચાયત પ્રમુખ ભૂપત બોદરના હસ્તે ધ્વજવંદન થયેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા. ૨૭ ઃ. જિલ્લા પંચાયત કચેરી ખાતે પંચાયત પ્રમુખ ભૂપત બોદરએ ૨૬ જાન્યુઆરીએ ધ્વજવંદન કરાવ્યા બાદ પ્રજાસત્તાક પર્વને દેશવાસીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ ગણાવી જિલ્લાના લોકોને શુભકામના પાઠવેલ અને શહીદોને વંદન કર્યા હતા.

કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી મીતુલ પટેલ અને નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ગોંડલીયા, જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ટીલવા, કાર્યપાલક ઈજનેર (બાંધકામ) શ્રી મહાલ, કાર્યપાલક ઈનેજર (સિંચાઈ) શ્રી ભીમજીયાણી, હિસાબી અધિકારી શ્રી ભુવા, શ્રી વિશાલભાઈ અજાણી, શ્રી રસીકભાઈ ખુંટ, શ્રી સંદીપ રામાણી, ફાડદંગ સરપંચ શ્રી ગીરીશભાઈ કથીરિયા, હરીભાઈ બોદર, શ્રી નીલેશ ખુંટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:45 pm IST)