Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

અમેરીકન નાગરીકોની સાથે છેતરપીંડી કરતી ગેંગનું કોલ સેન્ટર ઝડપી લેતી રાજકોટ શહેર એસઓજી: 4 પકડાયા

હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અઝહરુદ્દીન બુખરીની બાતમી: પીઆઈ આર.વાય.રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ. અન્સારી અને ટીમનો દરોડો

રાજકોટ: સરધારના હરિપર ગામે શહેર એસઓજીએ કોલ સેન્ટર પકડી લઈ અમદાવાદના 4 શખ્સોને પકડ્યા છે. આ ટોળકી અમેરિકન નાગરિકોને છેતરતી હતી. શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ  તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુર્શીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન - ૧ પ્રવીણકુમાર મિણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન - ર  મનોહરસિંહ જાડેજા તથા એસીપી (ક્રાઇમ) ડી.વી.બસીયાએ શહેર વિસ્તારમાં ગે.કા. પ્રવૃતી અટકાવવા સુચના આપી હોઈ જે સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર આર,વાય રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર  એમ. એસ. અંસારીની ટીમના પોલીસ હેડ કોન્સ્ટબલ વીજેન્દ્રસિંહ ઝાલા તથા પોકો અઝરુદીન બુખારીની ચોકકસ બાતમી હકીકત આજીડેમ પોસ્ટે વિસ્તારના હરીપર ગામ ખાતેથી અમેરીકન નાગરીકોની સાથે છેતરપીંડી કરતી ગેંગનું કોલસેન્ટર પકડેલ છે. જેની વિગત આ મુજબ છે.

પકડાયેલ આરોપીઓના નામ આ મુજબ છે: (૧) મનોજ સત્યરામ શર્મા ઉ.વ-૨૦ ધંધો.નોકરી તરીકે રહે.ઇશનપુર મોની હોટલ પાસે રાજહંસ પાર્ક મકાન નં-૧૩ નારોલ અમદાવાદ મુળ ગામ લલખોર તા.શેફઇ જી.ઇટાવા રાજ્ય.ઉત્તરપદેશ(યુ.પી.) અભ્યાસ-ધો-૧૧ પાસ (અંગ્રેજી મીડીયમ) (૨) રતન શત્રુઘ્નભાઇ કરણ ઉ.વ-૨૦ ધંધો.નોકરી રહે.વટવા નારાયણનગર સોસાયટી બચુભાઇનો કુવો મકાન નં-૩૪ કમલાકરસિંહના મકાનમાં ભાડેથી અમદાવાદ મુળ.આશોક બખરી જી.મુજજફરપુર રાજ્ય.બીહાર અભ્યાસ-મીકે એજીનીયર બીજા વર્ષોમાં (અંગ્રેજી મીડીયમ) અગાઉ કોલસેન્ટરમાં નોકરી કરેલ છે. (૩) વીકી સંજયભાઇ સીહ ઉ.વ-૨૦ રહે. વટવા બચુનગર મકાન નં-બી/૪૬ બીબી મરીયમ દરગાહ પાસે અમદાવાદ મુળ.શાહબાજપુર જી.મુજ્જફરપુર રાજ્ય.બીહાર અભ્યાસ-ધો-૧૨ પાસ (અંગ્રેજી મીડીયમ) અગાઉ કોલસેન્ટરમાં નોકરી કરેલ છે.(૪) શાહીલ અરવીંદભાઇ ઓડ ઉ.વ-૨૦ ધંધો.નોકરી રહે.નારોલ રંગોલીનગર મકાન નં-૧૭ અમદાવાદ બીકોમ સેમ-૪ (અંગ્રેજી મીડીયમ)

 

આ કામના પકડાયેલ આરોપીઓ અમેરીકન નાગરીકોના મોબાઇલ નંબર અને ડેટા મેળવી, સ્ક્રીપ્ટ તૈયાર કરી અમેરીકન નગરીકોને પર્સનલ વિગતની વેરીફાઇ અમેરીકામાં સ્થિત એસ.કેસ એક્ષપ્રેસ તથા સ્પીડ કેશ નામની લોન કંપનીના નામે લોન લેવા ઇચ્છુક અમેરીકન નાગરીકોને ભારતમાંથી ટેકસનાઉ TEXTNOW retail cc a (8*8 WORK ) નામની મોબાઇલ એપ્લીકેશન મારફતે ઇનટરનેટની મદદથી કોલીગ મેસેજ કરી અમેરીકન નાગરીકો ને કોલ કરી લોન અપાવી દેવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેના સોશ્યલ સીકયુરીટી નંબર (SSN) નંબરના છેલ્લા ચાર આંકડાનો નંબર મેળવી વોલમાર્ટ તથા રાઇટએડના ગીફ્ટ વાઉચર ખરીદ કરી અનેક અમેરીકન નાગરીકો સાથે છેતરપીંડી કરી હજારો ડોલર છેતરપીંડીથી લઇ ગુન્હો કરેલ છે.

તેમજ પકડાયેલ તમામ આરોપીઓની વિગતવાર પુછપરછ કરી વધુ આરોપીઓ કોણ કોણ સંડોવાયેલ છે. તેમજ આ લોકો કેટલા અમેરીકન નાગરીકો સાથે છેતરપીંડી કરેલ છે. તે બાબતે આગળની વધુ તપાસ અમો ચલાવી રહયા છીએ આ પકડાયેલ આરોપીઓ અગાઉ પણ કોલસેન્ટર ચલાવતા હતા કે કેમ તેમજ આ રેકેટ કેટલા સમયથી ચાલતુ હતુ તે દીશામાં ઉંડાણપુવૅક તપાસ કરવામાં આવશે તેમજ સદરહુ કોલ સેન્ટરમાં અન્ય પણ કેટલા સભ્યોની સંડોવણી ખુલવાની શકયતા છે. તેમજ આરોપીઓના કોવીડ – ૧૯ ના ટેસ્ટ કરાવેલ હોય ટેસ્ટ રીપોર્ટ આવ્યથી ધરપકડ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવશે.

કજે કરેલ મુદામાલઃ

(૧)લેપટોપ નંગ - ૦૨ તથા તેના ચાજૅર નંગ-૨ કિ.રૂા.૨૦૦૦૦, (ર)રાઉટર નંગ – ૧ તથા તેની સાથેના એડેપ્ટર તથા સાથેના વાયરો કિ.રૂ. ૧,૦૦૦, (૩)મોબાઇલ ફોન નંગ- ૦૪ કિ.રૂા. ૧૮૦૦૦,(4) લાઈટ બિલ, (૫) સ્ક્રીપ્ટ લખેલ બુક નંગ ૦૨ મળી કુલ મુદામાલ રૂ. ૩૯,૦૦૦/

આ કામગીરી  શહેર એસઓજી શાખાના પીઆઈ આર.વાય.રાવલ, પોસઇ એમ.એસ.અંસારી, હેકો વીજેન્દ્રસિંહ ઝાલા, પોકો અનીલસિહ ગોહીલ તથા પેરોલ સ્કોડના હેકો જહીરભાઇ ખફીફ, પોકો અજરુદીનભાઇ બુખારી અને સોનાબેન મુળીયાએ કરી હતી.

(6:27 pm IST)
  • આજે વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરશે, ધોરણ ૯ અને ૧૧ ની સ્કૂલો શરૂ કરવા અંગે પણ ચર્ચા થશેઃ ૪ મહાનગરોમાં કર્ફયુ અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે access_time 11:20 am IST

  • દ્વારકા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુનો નોંધાતા ચકચાર:ભાણવડની વારીયા બાલમંદિરની ટ્રસ્ટની જગ્યામાં કબજો કરી ખંડણી માગનાર બે મહિલા સહિતના સામે ફરિયાદ કરાઈ હતી: ભાણવડ પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરી access_time 7:10 pm IST

  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST