Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

નિલ્સ સંજયરાજ ઓફિસ સ્ટાફ દ્વારા ધ્વજવંદનઃ ઈન્દ્રનિલભાઈએ શુભેચ્છા પાઠવી

રાજકોટઃ પૂર્વ ધારાસભ્યશ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરૂના માર્ગદર્શન હેઠળ નીલ્સ સંજયરાજ ઓફિસ સ્ટાફ, તથા નિલ્સ ગ્રીનવુડ, ગ્રીન એવન્યુ, પ્રશીલ પાર્ક, સંજય વાટિકા, તેમજ નિસર્ગ બંગલોઝના રહીશો દ્વારા નિલ્સ સંજયરાજ ઓફિસની બાજુના ગ્રાઉડ ખાતે ૭૨મા પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ નિમિતે શ્રી વાજસુરભાઈ દાવેરાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ. હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહેલ હોય ત્યારે આ ઉજવણી સંપૂર્ણ સાદગી સાથે આરોગ્યની ગાઈડ-લાઈન મુજબ સોશીયલ ડીસ્ટન્સ સાથે કરવામાં આવેલ.ધ્વજવંદન સાથે તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીત ગુંજી ઉઠ્યું હતું. ઇન્દ્રનીલભાઈ રાજગુરૂ એ આ તકે સર્વે ને ૭૨માં પ્રજાસતાક દિવસનીની ટેલિફોનિક શુભેચ્છા પાઠવેલ હતી. શકિતભાઈ જાડેજા એ પ્રાસંગિક ઉદબોધન કરેલ.  આ કાર્યક્રમમાં વાજસુરભાઈ દાવેરા, શકિતભાઈ જાડેજા, રાજુભાઇ જોશી, વિક્રમસિંહ જાડેજા, શિવભાઈ ઝાલા, ગૌતમભાઈ બુલચંદાની, તેજનારાયણસિંહ, વિશ્વજિતસિંહ વાઘેલા, ભાનુભાઈ તેરૈયા, રાજુભાઈ સોની, ધર્મેન્દ્રભાઈ સિંધવ, યશભાઈ પંડ્યા, સંજયભાઈ ચાવડા, દહીયાભાઈ, જયભાઈ મહેતા, અભિષેકભાઈ જોષી, કિશનભાઈ જોષી , હિતેશભાઈ જોષી, તેજસભાઈ  જાની, રવિભાઈ સોસા, કમલેશભાઈ વાળા, બ્રિજેશભાઈ દવે, ચંદ્રેશભાઈ જોષી, કાળુભાઈ, મિતરાજભાઈ, અમિતભાઈ ઉપાધ્યાય, અભયભાઇ મેહતા, વિરાજભાઈ મકવાણા, ઋષિભાઇ ત્રિવેદી, નૈતિકભાઈ, રિધમ ગોદડકા તથા બહેનોમાં શિવાનીબેન પંચોલી, દિપાલીબેન સરવૈયા, વિધીબેન રાવલ તથા સોસાયટીના ભાઈઓ  બેહનો સહિતના હાજર રહેલ હતા.

(2:52 pm IST)
  • લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનને છોડીને બધા જ મેટ્રો સ્ટેશન ખૂલ્યા, પરિસ્થિતિ સામાન્ય : દિલ્હી મેટ્રો access_time 11:49 am IST

  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,526 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,89,267 થઇ :એક્ટિવ કેસ 1,74,193 થયા: વધુ 11,681 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,56,888 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,724 થયા access_time 12:48 am IST

  • રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એકતરફી પ્રેમ સંબંધમાં એક 19 વર્ષની યુવતીને પાડોશીએ ગોળી મારીને હત્યા કરી access_time 7:58 pm IST