Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

'ઇન્ડેક્ષ સી'નો હસ્તકલા આધારિત ટેબ્લો પ્રથમ વિજેતા : સન્માન સ્વીકારતા પી.જી. પટેલ

રાજકોટ  :  રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ ની રાજકોટ ખાતે રાજય કક્ષાની ઉજવણીમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગો તરફથી ૨૨ ટેબ્લો (લાક્ષણિક ચિત્ર દ્રશ્ય) રજુ કરવામાં આવ્યા હતા. જેમાં indext-c (ઇન્ડેકસ-સી) દ્વારા ગુજરાતની ભાતીગળ હાથશાળ-હસ્તકલાની થીમ પર રજુ કરવામાં આવેલ ટેબ્લોને પ્રથમ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઇનામ, ટ્રોફી તથા ચેક ઇન્ડેકસ-સી ના કાર્યવાહક નિયામક શ્રી પી.જી. પટેલ દ્વારા સ્વીકારવામાં આવ્યો તે પ્રસંગની તસ્વીર.

(11:53 am IST)