Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

લોકડા ગામમાં ખરાબાની જગ્યામાં ભરતી ભરવા પ્રશ્ને માવજીભાઇ દાફડાને હડધૂત કર્યા

પાંચા ઉર્ફે દુદા બાવળીયા સામે એટ્રોસીટીની ફરીયાદ

રાજકોટ : લોકડા ગામમાં રહેતા માવજીભાઇ વિરાભાઇ દાફઠા તથા તેની સાથેના લોકો ગામાં તેમના સ્મશાનમાં જાડીજાખળા દૂર કરવા તેમજ વોંકળામાં ભરતી ભરવા ગયા હતા ત્યારે ગામમાંથી રહેતા પાંચા ઉર્ફે દુદા ભલાભાઇ બાવળીયા આવી અને આ ખરાબાની જગ્યા તમે સરખી કરો છો તે મારી છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. આ અંગે માવજીભાઇ દાફડાએ આજીડેમ પોલીસ મથકમાં પાંચા ઉર્ફે દુદા બાળીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા એસ.ટી. એસ.સી.સેલના એસીપીએ તપાસ આદરી છે. 

(11:50 am IST)