Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

નીલકંઠ પાર્કમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : દારૂની પ૬૦ ચપલા સાથે મનીષ બદીયાણી પકડાયો

રાજકોટ : પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત તથા જાઇન્ટ કમિશ્નર ડી.એસ. ભટ્ટની સૂચનાથી ક્રાઇમબ્રાંચના એસી.પી. જે.એચ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ આર.સી. કાનમીયા, જગમાલભાઇ ખટાણા, મયુરભાઇ પટેલ, જયસુખભાઇ હુંબલ, કૃપાલસિંહ ઝાલા, સંતોષભાઇ મોરી, સંજયભાઇ રૂપાપરા, કુલદીપસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. જયસુખભાઇ તથા જગમાલભાઇને મળેલ બાતમીના આધારે કોઠારીયા મેઇન રોડ પર નીલકંઠ પાર્ક શેરી નં. પ બ્લોક નં. એચ-૯૦માં રહેતા મનીષ રમેશભાઇ બદીયાણી (ઉ.૩૪) ના મકાનમાં દરોડો પાડી મકાનમાંથી રૂ. રપ,ર૦૦ ની કિંમતના દારૂના પ૬૦ ચપલા મળી આવતા પોલીસે મકાન માલિક મનીષ બદીયાણીની ધરપકડ કરી હતી.

રૂષી સોસાયટીમાંથી દારૂની ૭૦ બોટલ સાથે જીતેન્દ્ર પકડાયો

તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.ડી. ડામોર તથા હેડ કોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, અશોકભાઇ ડાંગર, હીરેનભાઇ, વી.એમ. જાડેજા, નગીનભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે મોટા મવા ગામ પાછળ રૂષી સોસાયટી બ્લોક નં. પ૬માં દરોડો પાડી રૂ. ર૮૯૦૦ની કિંમતી દારૂની ૭૦ બોટલ સાથે જીતેન્દ્ર ગોવિંદભાઇ ભંભાણી (સિંધી) (ઉ.વ.૪૭) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(11:49 am IST)