Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

શપથ સમારોહથી સૌના હૈયે સોનાનો સૂરજ ઉગ્યાની ખુશીઃ રામાણી-ડો. વીરડીયા

રાજકોટ તા. ર૬: રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી અને લડાયક ખેડૂત નેતા ચેતન રામાણી તથા શિક્ષણવિદ ડો. શાંતિલાલ વીરડિયા (ચેરમેનશ્રી કર્મયોગી એજયુકેશનલ ઝોન-રાજકોટ) એ સંયુકત યાદીમાં જણાવેલ છે કે જયારે જમણમાં લાડુ અને મોસાળેમાં પીરસનારી હોય તેવા ઉમંગ સાથે તમામ ભાજપના હોદેદારો, આગેવાનો અને સક્રિય કાર્યકરો ગાંધીનગર શપથવિધિમાં જોડાયા હતા. મુખ્યમંત્રી તરીકે રાજકોટનું પ્રતિનિધિત્વ હોવાની ખુશી છલકાઇ રહી હતી.

મુખ્યમંત્રી તરીકે રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શ્રી નીતિનભાઇ પટેલની ફરીથી નવનિયુકત વરણી થતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સોનાનો સુરજ ઉગી નિકળ્યાની અનુભૂતી વર્તાઇ રહી હોવાનું તેઓએ જણાવેલ.

સમારોહમાં સર્વે શ્રી ચેતનભાઇ રામાણી, વિજયભાઇ સખીયા, ડો. વિરડીયા, નાગદાનભાઇ ચાવડા, શ્રી ઘોઘુભા જાડેજા, ગજેન્દ્ર રામાણી, હરેશભાઇ, ભીમાભાઇ રોકડા, રવજીભાઇ સરવૈયા, ખોડાભાઇ ખસિયા, ભરતભાઇ છાપાણી, મનુભાઇ સરપંચ-વિછીયા, ઘોઘાભાઇ-ભડલી, પ્રવીણસિંહ જાડેજા ઇટાળા, બકુલસિંહ જાડેજા-દોમડા, મુકેશભાઇ તોગડિયા, કિશોરભાઇ પામ્ભર, જમણ ધામેલીયા, મોહનભાઇ દાફડા, મુકેશ રામાણી, છગનભાઇ મોરડ, હરજીભાઇ ખુંટ, અનિલભાઇ ડાભી, શૈલેશ શીંગાળા, વિજય કોરાટ, સોનલબેન શીંગાળા, રસીલાબેન સોજીત્રા, સીમાબેન જોશી, રમેશભાઇ તાળા, પરશોતમભાઇ સાવલિયા, મનસુખ સરધારા, ગોરધનભાઇ ધામેલીયા, ગોવિંદભાઇ રાણપરીયા, મહેશભાઇ ડોબરિયા, મનસુખભાઇ ખાચરિયા, પ્રશાંત કોરાટ, પ્રવીણ કયાડા, રાજુભાઇ ઉસદડીયા, સુરેશભાઇ બોસ, મનસુખભાઇ ગુજરાતી, મોહનભાઇ રામાણી, બળવંત ધામી, તલસી તારપરા, મનોજ પેઢડીયા, ગોરધન ખુંટ, કાંતિ લુણાગરિયા, ધીરૂભાઇ તળપદા, છગનભાઇ વાસજાળિયા, કુરજીભાઇ ભાલાળા, મગનભાઇ ધોણીયા, ગોગન પારખીયા, અશોકભાઇ પીપળીયા, પ્રફુલભાઇ ટોળીયા, ભૂપત ડાભી, રૂપેશ ટાંક, પ્રવીણ દૂધરેજિયા, ડો. સોજીત્રા સામેલ થયા હતા.

(5:57 pm IST)