Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સિંગાપુર સ્‍થિત માઇનર્સ એટ વર્ક દ્વારા

ડીજીટલ મની ગણાતી ક્રિપ્‍ટો કરન્‍સીનું લોન્‍ચીંગ

રોકડ કે બેંકની હાજરીની જરૂર નથીઃ પારદર્શક પ્રક્રિયાઃ પત્રકાર પરિષદમાં અપાઇ વિગતો

પત્રકાર પરિષદમાં વિગત અપાઇ હતી તે સમયની તસ્‍વીર. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.ર૬ : સિંગાપુર સ્‍થિત માઇનર્સ એટ વર્ક દ્વારા ડીજીટલ મની ગણાતી ક્રિષ્‍ટો કરન્‍સીનું લોન્‍ચીંગ કરવામાં આવ્‍યુ છે. આ અંગેની વિગતો પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. જેમા જણાવાયુ હતુ કે, સિંગાપુર સ્‍થિત માઇનર્સ એટ વર્કના ભારતીય ઉદ્યોગપતિ શ્રી વિકાસ ગુપ્‍તા દ્વારા ગીન્‍ની આઇસીઓ (ઇનીસીયલ કોઇન ઓફર) લોન્‍ચીં લખનઉ ખાતે કરવામાં આવી હતી. સમગ્ર એશીયા માટે મલ્‍ટી મીનીયન ડોલર ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરના સમર્થનમાં હાલમાં ૩૦૦ મીલીયન કોઇન લોન્‍ચ કરવા જઇ રહ્યા છે. જેમાં ભારતના લોકોને પણ સામીલ કરવામાં આવી રહ્યા છે. ક્રિપ્‍ટો કરન્‍સી એક ડીજીટલ સંપત્તિ છે જેને ક્રિપ્‍ટોગ્રાફીના ઉપયોગ દ્વારા સુરક્ષિત બનાવવામાં આવેલ છે. ક્રિપ્‍ટોગ્રાફીના માધ્‍યમથી વધારાના યુનિટના નિર્માણને નિયંત્રિત કરવા અને સંપત્તિ હસ્‍તાંતરણ માટે ડિઝાઇન કરેલ છે. રીવોર્ડમાં કોઇન મેળવવા માટે માઇનીંગ પ્રક્રિયાના માધ્‍યમથી એક મુશ્‍કેલીભર્યા કોમ્‍પ્‍યુટેશનલનો પ્રોબ્‍લમ સોલ્‍વ કરવો પડતો હોય છે. જે મુશ્‍કેલી ગણિતના પ્રશ્નો ઉપર આધારીત હોય છે. પુરી પ્રક્રિયામાં રોકડ કે બેન્‍કની હાજરી હોતી નથી. રોકાણકાર ઇટોરીયમ મોકલે છે અને કોઇ વ્‍યકિત કે ભાગીદારી વિના ટોકન તરત જ સ્‍વયં સંચાલિતરૂપથી રોકાણકારના ખાતામાં પાછી આવી જાય છે. આ એક પારદર્શક પ્રક્રિયા છે જયાં દરેક વ્‍યકિત જોઇ શકે છે કે સ્‍ટાર્ટઅપના રોકાણમાં તેઓને કેટલુ વળતર મળી રહ્યુ છે.

 માઇનર્સ એટ વર્કના સીઇઓ શ્રી વિકાસ ગુપ્‍તાએ વધુમાં જણાવેલ કે અને રોકાણકારો માટે માઇનીંગ પ્રક્રિયા સરળ અને યુઝર ફ્રેન્‍ડલી બનાવી રહ્યા છીએ. જેનાથી રોકાણકાર વિના કોઇ મુશ્‍કેલીથી સારૂ વળતર મેળવી શકે. ઇનીસીયલ કોઇન ઓફર (આઇસીઓ) ટેકનોલોજી સ્‍ટાર્ટઅપ રોકાણની વ્‍યવસ્‍થા એક નવીનતમ અને પારદર્શક સિસ્‍ટમ છે અને રોકાણકારોને તેમનુ વળતરના ભાગરૂપે કોઇન મળે છે. અમને આશા છે કે અમારી કંપનીને દર વર્ષે ૧ બીલીયન યુએસ ડોલરથી પણ વધુ ટર્ન ઓવર મળી રહેશે.

વિકાસ ગુપ્‍તા જણાવેલ છે કે અમને ઘણા રોકાણકારો દ્વારા અમને મોટી રકમનું રોકાણ પણ મળી રહ્યુ છે અને વધુને વધુ લોકોએ આ ડીજીટલ રોકાણમાં રસ દાખવ્‍યો છે. અમે અમારા રોકાણકારોને અમારી જીવાદોરી સમજીએ છીએ માટે જ અમારી કપનીએ વધુને વધુ વળતર રોકાણકારોને આપવાની નક્કી કરેલ છે. અમારો વ્‍યવસાય અન્‍ય વ્‍યવસાયથી સાવ જુદો જ છે કારણ કે અમે ૪ર ટકા નફો અમારી પાસે રાખીશુ અને પ૮ ટકા નફો અમે અમારા રોકાણકારોને કોઇનનાં સ્‍વરૂપમાં પરત કરીશુ. આ કારણે અમારા રોકાણકારો વધુને વધુ ડીજીટલ કોઇન મેળવી શકે. આ નફો બેન્‍ક અને સંપત્તિ રોકાણ કરતા વધુ હશે તેમાં કોઇ શંકા નથી.

આ પત્રકાર પરિષદમાં માઇનર્સ એટ વર્કના એલ.જી.ગુપ્‍તા, વિકાસ ગુપ્‍તા અને દુષ્‍યંતસિંહ હાજર રહી માહિતી આપી હતી.

(4:48 pm IST)