Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

બાકીદારોના નળ કપાત - મિલ્‍કત સીલ - હરરાજીના હથિયારો સજ્જ

બે દિવસમાં જ ઝોન વાઇઝ વેરા ઇન્‍સ્‍પેકટરોની ટુકડીઓ ત્રાટકશેઃ મહીનામાં ૭૫ કરોડ એકત્રીત કરવાનો લક્ષ્યાંક

રાજકોટ,તા.૨૬:મ્‍યુનિ. કોર્પોરેશનઅ દ્વારા ચાલુ નાણાકિય વર્ષની વેરા આવકનો લક્ષ્યાંક પુર્ણ કરવા હવે બાકીદારો સામે નળ કપાત-મિલ્‍કતોને સીલ અને હરરાજી કરવા સહિતની કડક  વેરા વસુલાત ઝુંબેશ આગામી બે દિવસમાંજ શરૂ કરવા નિર્ણય લેવાયા છે અને ૨૦૧૮ ૩૧ માર્ચ સુધીમાં આ પ્રકારે કડક ઉઘરાણીથી રૂા.૭૫ કરોડ એકત્રીત કરવા નિર્ણય લેવાયાનું જાણવા મળ્‍યુ છે.

આ અંગે સતાવાર માહિતી મુજબ કોર્પોરશેનની મુખ્‍યઆવકનોસ્ત્રોત એવી વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮નો રૂા.૨૩૫ કરોડનાં લક્ષ્યાંક સામે રૂા.૧૬૨ કરોડ ની આવક થવા પામી છે. ૨૫૦ કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવા વેરા શાખા દ્વારા ૨૫ હજાર થી ૫ લાખ સુધીનાં બાકીદારો પર ધોંસ બોલાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર તંત્રનાં સતાવાર સુત્રો માંથી જાણવા મળ્‍યુ છે.

વધુમાં સુત્રોએ જણાવ્‍યુ હતુ બે દિવસમાં ૨૫ હજાર થી ૫ લાખ સુધીનાં બાકીદારોનું ઝોન વાઇઝ લીસ્‍ટ તૈયાર કરવામાં આવ્‍યુ છે.આવા ૩૦૦ બાકીદારોને ત્‍યારે વેરા ઇન્‍સ્‍પેકટરોની ટુકડીઓ ત્રાટકશે. ૨૫ હજાર થી ૫ લાખ સુધીનાં બાકીદારોની મિલ્‍કતોના નળ કપાત, કોર્મશિયલ મિલ્‍કતો સીલ કરવામાં આવશે તથા ૫ લાખથી વધુ બાકીદારોની મિલ્‍કતોની હરરાજી કરવામાં આવશે તેમ સતાવાર સુત્રોએ જણાવ્‍યુ હતુ.

જયારે નવી મિલ્‍કતોની આકરણી હાથ ધરી વેરો ભરવા નોટીસો ફટકારવામાં આવશે.

વેરા શાખા ૨૫૦ કરોડના લક્ષ્યાંક સામે ૨૩૫ કરોડ એકત્રીત કરશે?

રાજકોટઃ મ્‍યુનિ. કોર્પોરેશનની  વેરા શાખાને નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮નો રૂા.૨૫૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્‍યો છે. પરંતુ વેરા શાખાનાં સુત્રો માંથી મળતી માહિતી મુજબ આ વર્ષે ૨૩૫ કરોડનો વેરો વસુલવાનું નક્કી કરાયુ છે. 

(4:47 pm IST)