Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ખોડીયાર ડેરી ફાર્મના વેપારીની પત્નિ સામે ચેક પાછો ફરતા કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા. ર૬ : રાજકોટના ખોડીયાર ડેરી ફાર્મના વેપારની પત્નિ સામે રૂા.પ૦,૦૦૦/-નો ચેક પરત ફરતા ફરીયાદ થતા કોર્ટે આરોપી મહિલાને હાજર થવા સમન્સ કાઢવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના રહીશ ફરીયાદી ભરતભાઇ ભવાનભાઇ ભંડેરી ખોડીયાર ડેરી ફાર્મમાં નોકરી કરતા હતા અને તેને ગેરકાયદેસર રીતે છુટા કરેલ અને ફરીયાદીનો ચડત પગાર પણ ચૂકવેલ નહીં જેથી ફરીયાદીએ પોતાના પગારની લેણી રકમ વસુલ મેળવવા રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કરેલ જે દાવામાં ખોડીયાર ડેરી ફાર્મના માલીકે સમાધાન કરેલ અને પગારની લેણી રકમ માટે ફરીયાદીને ખોડીયાર ડેરી ફાર્મના માલીકની પત્નિ અલ્પાબેન રાજેશભાઇ લીંબાસીયાના બેંક ખાતાના ચેક આપવામાં આવેલ તે ચેક માંહેથી રૂા.પ૦,૦૦૦/-નો ચેક ફરી યાદીએ તેના બેંક ખાતામાં જમા કરાવતા આરોપી અલ્પાબેન રાજેશભાઇ લીંબાસીયાના ખાતામાંથી ફંડસ ઇનસફીસીયનટના શેરા સાથે ચેક પરત કરેલ.

આ કામના ફરીયાદી ભરતભાઇ ભવાનભાઇ ભંડેરીએ આરોપી અલ્પાબેન વિરૂદ્ધ ચેક પાછો ફરતા કોર્ટમાં કેસ દાખલ કરેલ છે અને આ કેસમાં કોર્ટે આરોપી અલ્પાબેન રાજેશભાઇ લીંબાસીયાને કોર્ટમાં મુદતના રોજ હાજર રહેવાનો હુકમ કરેલ છે.

આ કામના ફરીયાદીના એડવોકેટ તરીકે અરવિંદભાઇ રામાવત તથા રાજુભાઇ દુધરેજીયા તથા અશ્વિનભાઇ રામાવત રોકાયેલા છે.

(4:36 pm IST)