Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

અટલજીના જન્મદિને દિર્ઘાયુષ્યની પ્રાર્થના-મહાઆરતી

શહરે ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં તેમજ મહામંત્રી  દેવાંગ માંડક, કિશોર રાઠોડ સહિતનાની ઉપસ્થિતિમાં દેશના પૂર્વ વડાપ્રધાન અને કવિ હૃદયસમ્રાટ અને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ પ્રમુખ અટલબીહારી બાજપાઇજીના જન્મદિવસ અંતર્ગત શહેરના પંચનાથ મંદિર ખાતે અટલબિહારી બાજપેઇજીના દિર્ઘાયુષ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. અટલજીએ પોતાની કારકિર્દી દરમિયાન અનેક નિર્ણયોથી દેશની અને પોતાની રાજનૈતિક છબી ખુબ મજબુત બનાવી હોવાની હોવાની આ તકે કમલેશ મીરાણીએ કરી હતી. મહાઆરતી કાર્યક્રમમાં કમલેશ મિરાણી, દેવાંગ માંડક, કિશોર રાઠોડ, પ્રફુલભાઇ કાથરોટીયા, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, જયોત્સનાબેન હળવદીયા, અનિલભાઇ પારેખ, હરેશભાઇ જોશી, કાશ્મીરાબેન નથવાણી, રક્ષાબેન બોળીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, અશોક લુણાગરીયા, સુરેન્દ્રસિંહ વાળા, માધવ દવે, પ્રદીપ ડવ, નિલેશ જલુ, માવજીભાઇ ડોડીયા, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, નયનાબેન પેઢડીયા, ડી.બી. ખીમસુરીયા, મનીષ રાડીયા, અશ્વીન મોલીયા, મીનાબેન પારેખ, અજય પરમાર, રાજેન્દ્રસિંહ ગોહીલ, જયસુખ પરમાર, સંજય ગોસ્વમી, કાનાભાઇ ડંડૈયા, ઘનશ્યામ કુંગશીયા, જીતુભાઇ સેલારા, રમેશ પંડયા, જયસુખ કાથરોટીયા, આશીષ ભટ્ટૃ, રજની ગોલ, યોગેશ ભુવા, ભીખુભાઇ ડાભી, મહેશ બથવાર અનિલ મકવાણા, રસીકભાઇ પટેલ, રાજન સિંધવ, કુલદીપસિંહ જાડેજા સહિતના બહોળી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ જોડાયા હતા.

(4:34 pm IST)