Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જનતા સોસાયટીમાં નિયમોનો ઉલાળીયો કરી ગેરકાયદે બાંધકામઃ રજુઆત

રાજકોટ, તા., ૨૬: શહેરના પોસ એરીયા ગણાતા જનતા સોસાયટીમાં બાંધકામ નિયમોનો ઉલાળીયો કરી અને ગેરકાયદે બાંધકામ થઇ રહયાની રજુઆત સોસાયટીના રહેવાસીઓ દ્વારા ટાઉન પ્લાનીંગ વિભાગ  કરાઇ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વોર્ડ નં. ૭ માં એલઆઇસી કચેરીની બાજુમાં આવેલ જનતા સોસાયટીમાં બાંધકામના નિયમો મુજબ માર્જીનથી જગ્યા છોડયા વગર છડે ચોક ગેરકાયદે  બે મકાનનું ચણતર શરૂ થઇ ગયું છે. ત્યારે આ બાબતે સ્થળ તપાસ કરી અને તાત્કાલીક  જરૂરી પગલાં લેવા આસીસ્ટન્ટ ટાઉન પ્લાનરને રહેવાસીઓ દ્વારા રજુઆત કરાઇ છે.

(4:33 pm IST)